રોજગાર ભરતી મેળો મોકૂફ:પાલનપુર આઈટીઆઈ ખાતે જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આયોજીત ભરતી મેળો મુલતવી રખાયો

પાલનપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મેળાના કાર્યક્રમનું આયોજન, નિર્ધારીત થયેલી તારીખ, સમય અને સ્થળની નવેસરથી જાણ કરાશે
  • માહિતી-માર્ગદર્શન માટે કોલ સેન્ટર નં. 6357390390 પર સંપર્ક કરી શકાશે

પાલનપુર દ્વારા આગામી તા. 06 મે, 2022ના રોજ સવારે 9 વાગ્યે ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઇ.ટી.આઇ. પાલનપુર ખાતે આયોજીત જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો અનિવાર્ય સંજોગોના કારણોસર મોકૂફ રાખવામાં આવ્યો છે. નોંધનીય છે કે પાલનપુરની જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આ રોજગાર ભરતી મેળો યોજાવાનો હતો.

બનાસકાંઠા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાલનપુર દ્વારા આગામી તા. 06 મે, 2022ના રોજ સવારે 9 વાગ્યે ઔદ્યૌગિક તાલીમ સંસ્થા આઇ.ટી.આઇ. પાલનપુર ખાતે જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળાનું આયોદન કરવામાં આવ્યું હતું. જો કે આ મેળો અનિવાર્ય સંજોગોના કારણોસર મોકૂફ રાખવામાં આવ્યો છે. આ જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળાના કાર્યક્રમનું આયોજન, નિર્ધારીત થયેલી તારીખ, સમય અને સ્થળની નવેસરથી જાણ તેમજ બહોળી પ્રસિદ્ધિ કરવામાં આવશે. જેની તમામ સંબંધિત લોકોને નોંધ લેવા રોજગાર અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે વધુ માહિતી અને માર્ગદર્શન માટે રોજગાર કચેરીના રોજગાર સેતુ કોલ સેન્ટર નં. 6357390390 પર સંપર્ક કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...