તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તજવીજ:સબજેલમાં આપઘાત કરનારા આરોપી પાસેથી ચિઠ્ઠી મળી,ત્રણ વકીલ કરી ચુક્યો હવે નાણાં નથી

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદમાં પેનલ પીએમ કરાયું, વાલીવારસોને મૃતદેહ સોંપાશે

પાલનપુર સબ જેલમાં મંગળવારે મુલાકાત રૂમમાં પંખા સાથે ગળે ફાંસો ખાઇ આપઘાત કરનાર આરોપી પાસેથી એક ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં તેણે ત્રણ વકીલ કરી ચુક્યો છું. ખાનગી વકીલ રોકવા માટે પૈસા નથી તેવું લખ્યું છે દરમિયાન તેના મૃતદેહનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પેનલ પીએમ કરી મૃતદેહ વાલીવારસોને રોકવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ડીસા તાલુકાના મોટી રોબસ ગામનો વિજયભાઇ કાળુભાઇ દેવીપૂજક (ઉ.વ. 35)એ મંગળવારે સવારે 10.30 કલાકની આસપાસ સબજેલના મુલાકાત રૂમમાં પંખા સાથે ગળે ફાંસો ખાઇને અગમ્ય કારણોસર આપઘાત કર્યો હતો. દરમિયાન પોલીસ તપાસમાં તેની પાસેથી એક ચિઠ્ઠી મળી આવી હતી. સૂત્રોએ જણાવ્યું કે, ચિઠ્ઠીમાં તેણે લખ્યું હતું કે, ત્રણ વકીલ કરી ચુક્યો છું.

ખાનગી વકીલ રોકવા માટે પૈસા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે તેને ડીસા કોર્ટમાં મુદ્દતે હાજર કરવા માટે લઈ જવામાં આવનાર હતો. જોકે, તે પહેલા તે પંખા સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેલ સુપ્રિન્ટેન્ડન્ટ વી.બી. ગોહિલે જણાવ્યું કે, વિજયભાઇ મૃતદેહનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પેનલ પીએમ કરી મૃતદેહ વાલીવારસોને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મુંબઈ ખાતે રહેતા તેના પરિવારજનો આવે ત્યારે મૃતદેહ તેમને સોંપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...