તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:પાલનપુર યાર્ડના ચેરમેન સામે બળવો કરી નવી પેનલ બનાવી

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાસનમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે 6 ડિરેક્ટરોએ પરિવર્તન પેનલની રચના કરી

પાલનપુર માર્કેટયાર્ડની ચૂંટણી નજીક આવતાં ગરમાવો પ્રસરી રહ્યો છે. જ્યાં શુક્રવારે વર્તમાન બોડીના જ ડિરેક્ટરોએ ચેરમેન સામે બળવો કરી નવી પેનલની રચના કરી હતી. પાલનપુર માર્કેટયાર્ડના નિયામક મંડળના 16 સભ્યો માટે ખેડૂત વિભાગમાં 10,વેપારી વિભાગમાં 4 અને સહકારી ખરીદ વેચાણ મંડળી વિભાગના 2 સભ્યો માટેની ચૂંટણી માટે 6 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ થશે. 18 સપ્ટેમ્બરે મતદાન અને 19 સપ્ટેમ્બર મતગણતરી યોજાશે.

ચૂંટણી નજીક આવતાં જ સહકારી ક્ષેત્રમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. જ્યાં સત્તા મેળવવાની હોડમાં વર્તમાન પેનલના જ ડિરેકટરોએ ચેરમેન સામે બળવો પોકાર્યો છે. જ્યાં 6 ડિરેક્ટરોએ શુક્રવારે પરિવર્તન પેનલની રચના કરી હતી.ઉલ્લેખનીય છે કે, ચેરમેન ફતાભાઇ ધરીયાએ અગાઉ જણાવ્યું કે, સત્તા મેળવવા માટે કેટલાક ડિરેકટરો દ્વારા ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

જો આ બાબત સાબિત કરી આપે જાહેર જીવન છોડી દેવાની તૈયારી છે. આ અંગે પૂર્વ ચેરમેન સોમાભાઇએ જણાવ્યું કે, વર્તમાન ચેરમેન દ્વારા ભરતી, ખોટા ખર્ચા સહિતના મુદ્દે ગેરરિતીઓ આચરી છેે. જેમની સામે અમોએ પરિવર્તન પેનલ બનાવી છે.

અન્ય સમાચારો પણ છે...