તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:પાલનપુરમાં પરંપરાગત રૂટ ટૂંકાવી રથયાત્રા નિકળશે, અંબાજી, ડીસા અને થરાદમાં રથયાત્રા નહીં નીકળે

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે યાત્રાધામ અંબાજી, ડીસા અને થરાદમાં રથયાત્રા નિકાળવામાં આવનાર નથી. પાલનપુરમાં કોવિડના નિયમોને અનુસરી રથયાત્રા નીકાળવામાં આવનાર છે. જોકે, પરંપરાગત રૂટો ટુ઼ંકાવવામાં આવે તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિ અને રામજીમંદિરના મહંત સાથે બેઠકો કરવામાં આવી રહી છે.

આ વર્ષે વર્તમાન સમયે કોરોનાનું સંક્રમણ ઘટી જવા પામ્યું છે. ત્યારે મોટા શહેરોમાં રથયાત્રા નીકાળવામાં આવે તેવી ભાવિક ભક્તોની માંગ છે. જોકે, જિલ્લામાં આ વર્ષે યાત્રાધામ અંબાજી, ડીસા અને થરાદમાં રથયાત્રા નિકાળવામાં આવનાર નથી. પાલનપુરમાં કોવિડના નિયમોને અનુસરી રથયાત્રા નીકાળવામાં આવનાર છે. જોકે, પરંપરાગત રૂટો ટુ઼ંકાવવામાં આવે તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિ અને રામજીમંદિરના મહંત સાથે બેઠકો કરવામાં આવી રહી છે.

પાલનપુરમાં રથયાત્રાનો રૂટ ટૂંકાવવામાં આવ્યો
ડીવાયએસપી આર. કે. પટેલે જણાવ્યું પાલનપુરમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો રૂટ ટૂંકાવવામાં આવ્યો છે. રથયાત્રા પશ્ચિમ વિસ્તારમાં નહિ જાય.

ઉ.ગુ.માં આ શહેરોમાં રથયાત્રા નીકળશે
બનાસકાંઠામાં પાલનપુર,પાટણ જિલ્લામાં પાટણ અને સિદ્ધપુર, અરવલ્લીમાં મોડાસા અને સાબરકાંઠામાં ઈડરમાં રથયાત્રા નીકળશે.

ઉ.ગુ.માં આ શહેરોમાં રથયાત્રા નહી નીકળે
બનાસકાંઠા જિલ્લામાં ડીસા, અંબાજી, થરાદ, મહેસાણા જિલ્લાના વિસનગર, વડનગર, ગોઝારિયા અને કડી, અરવલ્લીમાં બાયડમાં રથયાત્રા નહીં નીકળે.

અન્ય સમાચારો પણ છે...