તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:5 તાલુકાના ખેડૂત પ્રતિનિધીઓની કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે કલેક્ટરને રાવ

પાલનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાણી નહીં છોડાય તો આંદોલન પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી

ભર ચોમાસે ઓછા વરસાદને લઇ પાણીના તળ ઉંડા ગયા છે. ત્યારે કાંકરેજ, ડીસા, દિયોદર, લાખણી અને થરાદમાં સુજલામ્ સુફલામ્ કેનાલમાં પાણી ન છોડાતાં ખેડૂતો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે. જેથી પાણી છોડવાની માંગ સાથે 5 તાલુકાના ખેડૂત પ્રતિનિધિઓ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. અને જો પાણી નહીં છોડાય તો ટૂંક સમયમાં આંદોલન પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.

તાજેતરમાં ભરચોમાસે નહીવત વરસાદ થતાં પાણીના તળ ઉંડા ગયા છે. જેથી ખેડૂતો કેનાલ ઉપર આશા રાખી બેઠા છે. પરંતુ કેનાલોમાં પણ પાણી ન છોડાતા શુક્રવારે કાંકરેજ, ડીસા, દિયોદર, લાખણી અને થરાદ તાલુકાના ખેડૂત પ્રતિનિધિઓ પાલનપુર કલેકટર કચેરીએ દોડી આવી કલેકટરને આવેદન પાઠવી સુજલામ્ સુફલામ્ કેનાલમાં પાણી છોડવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...