ફરિયાદ:વડગામમાં મનરેગા લેબર યુનિયનના નામે નાણાં ઉઘરાવતા હોવાની રાવ

છાપીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાવતીબુકમાં યુનિયનના રજિસ્ટ્રેશન નંબર કે ઓફીસનું સરનામું નથી,નાણાં લેનારની સહી પણ કરાતી નથી

વડગામ તાલુકાના અંતરિયાળ ગામોમાં મનરેગા લેબર યુનિયનના નામે ગરીબ અને ભોળી પ્રજા પાસેથી રૂપિયા સો ઉઘરાવી છેતરપિંડી કરાતી હોવાની બુમરાડ ઉઠવા પામી છે. ત્યારે આવા લેભાગુ તત્વોને શોધી કાઢી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

વડગામ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી મનરેગા લેબર યુનિયનના નામે પાવતી બુક છપાવી તાલુકામાં મનરેગા હેઠળ કામ કરતા શ્રમિકો પાસેથી રૂ.100નું ઉઘરાણું કરાતું હોવાની બૂમરાડ ઉઠવા પામી છે. તાલુકાના અંતરિયાળ ગામોમાં ભોળા અને ગરીબ શ્રમિકોને મનરેગા લેબર યુનિયન બનાવી કેટલાક લેભાગુઓ દ્વારા રજિસ્ટ્રેશન વગરની પાવતી પકડાવવામાં આવી રહી છે. જોકે આ પાવતીમાં કોઇપણ પ્રકારનું સરનામું છાપવામાં આવ્યું નથી. જ્યારે શ્રમિકોને રૂ.100 ની પાવતી આપવામાં આવે છે તે પાવતીમાં નાણાં ઉઘરાવનારની સહી પણ કરવામાં આવતી નથી. વડગામ તાલુકામાં મનરેગા લેબર યુનિયન હેઠળ ઉઘરાવતા નાણાંની તપાસ કરવા માંગ ઉઠવા સાથે આ યુનિયનની તપાસ કરી કાર્યવાહી કરવા રાવ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...