રંગોળી સ્પર્ધા:પાલનપુરની સ્વસ્તિક મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં દિપાવલી નિમિત્તે રંગોળી સ્પર્ધા યોજાઇ

પાલનપુર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવી પેઢીને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર ઉજાગર કરવા સ્પર્ધા યોજાઇ

સ્વસ્તિક મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ,પાલનપુર ખાતે દિપાવલી નિમિત્તે રંગોળી સ્પર્ધા યોજાઇ હતી. રંગોળી સ્પર્ધાના આયોજન મુખ્ય હેતુ પશ્ચિમી સંસ્કૃતિ અનુકરણ કરતી નવી પેઢીને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર ઉજાગર કરવાનો હતો.

આજે સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સલગ્ન સ્વસ્તિક મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ,પાલનપુરમાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં પ્રથમ ક્રમે ગોહિલ નીધી એન્ડ ગ્રુપ બીજા ક્રમે લુહાર કાજલ, કાન્તા અને તૃતીય ક્રમે કાપડી ઉષા અને ચૌધરી મિતલ વિજેતા બન્યા હતા.

આ પ્રસંગે કોલેજના પ્રાધ્યાપક નેહલબેન પરમાર, રમીલાબેન અને વિમળાબેન દ્વારા સમગ્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું આયોજન મુખ્ય હેતુ પશ્ચિમી સંસ્કૃતિ અનુકરણ કરતી નવી પેઢીને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર અને ઉજાગર કરવાનો હતો. સંસ્થાના ઉત્સાહિત પ્રમુખ આર. એમ. પટેલ દ્વારા તમામ વિદ્યાર્થીઓને શિસ્ત સંસ્કાર અને સંયમ પર ભાર મૂકવાની સુંદર વાત કરી હતી તમામને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી.

અન્ય સમાચારો પણ છે...