તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કિસાન નેતા રાકેશ ટિકૈત હાલ ગુજરાત પ્રવાસે છે ત્યારે આજે બપોરના સમયે તેઓ પાલનપુર પહોંચ્યા હતા. પાલનપુરમાં પ્રવેશ સમયે જ રાકેશ ટિકૈત સામે ભાજપના એક કાર્યકર્તાએ કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શિત કરતા રેલીમાં સામેલ લોકોએ તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપના કાર્યકર્તા પાસેથી કાળા વાવટા ઝૂંટવી લઈ રેલીમાં સામેલ લોકો તેના પર તૂટી પડ્યા હતા. પાલનપુરમાં ટિકૈતના આગમન સમયે જ ઝપાઝપી થતા મામલો ઉગ્ર બન્યો હતો. જે દરમિયાન એક મહિલાએ ભાજપના કાર્યકરને ફડાકા ઝીંકી દીધા હતા.
એક મહિલા સહિત ચારથી પાંચ લોકોએ ભાજપના કાર્યકરને માર મારવાની શરૂઆત કરતા જ બંદોબસ્તમાં હાજર પોલીસ જવાનો દોડી આવ્યા હતા અને વિરોધ પ્રદર્શિત કરવા આવેલા કાર્યકરને છોડાવી લઈ ગઈ હતી.
કિસાન નેતા રાકેશ ટિકૈત આજે ટ્રેન મારફતે રાજસ્થાનના આબુરોડ પહોંચ્યા હતા. તેમજ સાથે ખેડૂત આગેવાનો પણ જોડાયા છે.આબુ રોડથી ટિકૈત ટ્રેકટર યાત્રા યોજી છાપરી બોર્ડર સુધી પહોંચ્યા હતા. છાપરી બોર્ડરથી તેઓ સીધા જ અંબાજી પહોંચ્યા હતા. અહીં સરકીટ હાઉસ ખાતે શંકરસિંહ વાઘેલાએ ટિકૈતનું સ્વાગત કર્યું હતું. સરકીટ હાઉસથી ટિકૈત મા અંબાના આશીર્વાદ લેવા માટે અંબાજી મંદિર પર પહોંચ્યા હતા. અંબાજીમાં દર્શન કર્યા બાદ ટિકૈતનો કાફલો દાંતા અને દાંતાથી પાલનપુર પહોંચ્ય હોત. પાલનપુરમાં ટિકૈતની રેલી પહોંચી ત્યારે જ ભાજપના કાર્યકર્તાએ કાળા વાવટા ફરકાવતા રેલીમાં ઉપસ્થિત લોકોએ ભાજપના કાર્યકર્તા પાસેથી કાળા વાવટા ઝૂંટવી માર માર્યો હતો.
'કાળુ કપડું આપ્યુ હોત તો માસ્ક માટે કામ આવત'
પાલનપુર પહોંચતા જ ભાજપના એક કાર્યકર દ્વારા વિરોધ કરવામાં આવતા ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. જેની પોલીસે અટકાયત કરી હતી. જે અંગે રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે, 'બીજેપી માટે શનિદેવ છુ હું, કાળુ કપડું આપ્યુ હોત તો માસ્ક માટે કામ આવત'.
આવતીકાલે ગાંધીઆશ્રમ અને બારડોલીની મુલાકાત કરશે
રાકેશ ટિકૈત પોતાની બે દિવસીય ગુજરાત મુલાકાત દરમિયાન આજે ગુજરાત આવી પહોંચ્યા છે. ત્યારે સોમવારે સવારે સાત વાગ્યે ટિકૈત ગાંધી આશ્રમની મુલાકાત લેશે, ત્યારબાદ 10 વાગ્યે કરમસદમાં સરદાર પટેલના નિવાસસ્થાનની પણ મુલાકાત લેશે. સોમવારે બપોરે 3 વાગ્યે બારડોલીના સ્વરાજ આશ્રમમાં કિસાન સંવાદ કરશે.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.