મહિલા આયોગની બેઠક:પાલનપુર કલેકટર કચેરીમાં રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય રાજુલબેન દેસાઈએ હાજરી આપી

પાલનપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાઓની સુરક્ષા- સલામતિ અને જાતિય સતામણી અટકાવવા અંગે ચર્ચા કરાઇ-રાજુલબેન દેસાઇ

રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ર્ડા. રાજુલબેન દેસાઇના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેકટર કચેરી ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં મહિલાઓની સુરક્ષા, સલામતિ અને જાતિય સતામણી અટકાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેકઠમાં શિક્ષણ, પોલીસ અને આરોગ્ય વિભાગ સાથેની ચર્ચામાં સાયબર ક્રાઇમ તથા લીવ ઇન રીલેશનશીપમાં રહેતા અને વિવિધ વિભાગોમાં ફરજ બજાવતાં અધિકારીઓ અને કર્મચારીઓ સામે સમયમર્યાદામાં ખાતાકીય તપાસ પૂર્ણ કરી પીડિત મહિલાઓને ન્યાય અપાવવા ર્ડા. રાજુલબેન દેસાઇએ જણાવ્યું હતું.

સમાજમાં લીવ ઇન રીલેશનશીપનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે સરકારના કોઇપણ વિભાગમાં ફરજ બજાવતાં હોય અને લીવ ઇન રીલેશનશીપમાં રહેતા હોય તેવા વ્યક્તિ સામેની તપાસો પૂર્ણ કરી તાત્કાલીક નિર્ણય લઇ કસૂરવાર સામે યોગ્ય પગલાં લેવામાં આવે તે જરૂરી છે. તેમણે ઉમેર્યુ કે, જે સંસ્થા કે કચેરીમાં 10 થી વધુ કર્મચારીઓ કામ કરતા હોય ત્યાં મહિલાઓની ફરીયાદોના નિવારણ માટે આંતરીક કમિટીની રચના કરવામાં આવે તથા જાતિય સતામણી અટકાવવા અંગે સ્કુલોમાં અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે અને દિકરીઓને ગુડ ટચ અને બેડ ટચ અંગે સમજ આપી ફિડબેક પણ મેળવીએ. તેમેણ આ સંદર્ભમાં ઘરેલુ હિંસા અને જાતિય સતામણી વિષય અંગે શાળાઓમાં નિબંધ, વક્તૃત્વ સ્પર્ધાઓનું આયોજન કરવા પણ જણાવ્યું હતું.

ર્ડા. રાજુલબેન દેસાઇએ કહ્યું કે, જાતિય સતામણી ઉપરાંત છેડતી, મહિલાઓનો પીછો કરવો, વિડીયા ઉતારવો, સોશ્યલ મિડીયામાં હાય હેલ્લોના મેસેજ કરી પરેશાન કરવા સહિતના ગુન્હાઓ બાબતે ભારતીય ફોજદારી ધારામાં કડક જોગવાઇ કરવામાં આવેલી છે. તેમણે મહિલા અને બાળકોના પોષણ પર ભાર મુકતાં કહ્યું કે, હેલ્થ અને ન્યુટ્રીશીયનની બાબતોને અગ્રતા આપી બાળકોમાં એવી ટેવ પાડીએ કે, ભોજનની થાળીમાં સલાડ, દહીં વગેરે તો હોવા જ જોઇએ તો જ કુપોષણને નાબૂદ કરી શકાશે મહિલાઓને મેટરનીટી લીવ અને ચાઇલ્ડ કેર સુવિધા પુરી પાડવા પણ યોગ્ય વ્યવસ્થા રાખવા વિવિધ કચેરીઓની સમીક્ષા દરમ્યાન તેમણે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો કેન્દ્ર સરકારના સખી વન સ્ટોપ સેન્ટરમાં મહિલાઓના પ્રશ્નો સાંભળી તેમને કાયદાકીય મદદ કરવામાં આવે છે. આ સખી વન સ્ટોપ સેન્ટર સમક્ષ બહેનો પોતાની મુંઝવણ કે મુશ્કેલીઓ રજુ કરી સુખદ સમાધાન મેળવી શકે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...