નિર્ણય:પાલનપુરમાં રાજીબા સ્કૂલે મેસેજ મોકલ્યો, વાલીઓએ મોબાઇલ ચેક ન કરતાં વિદ્યાર્થીઓ સ્કૂલે પહોંચી ગયા

પાલનપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાલનપુરની રાજીબા શાળામાં વહેલી સવારે વિધાર્થીઓ પહોંચી ગયા હતા - Divya Bhaskar
પાલનપુરની રાજીબા શાળામાં વહેલી સવારે વિધાર્થીઓ પહોંચી ગયા હતા
  • શિક્ષકોએ ધોરણ1થી 9ના વિદ્યાર્થીઓને ઘરે પાછા મોકલ્યા

પાલનપુર લક્ષ્મીપુરા ફાટક નજીક આવેલી સ્કૂલમાં શનિવારે વિદ્યાર્થીઓ આવી જતા શિક્ષકોએ વિદ્યાર્થીઓને ઘરે મોકલ્યા હતા. રાજ્યમાં કોરોનાના કેશમા સતત વધારો નોંધાતા સરકાર દ્વારા નાના બાળકોને સંભવિત ત્રીજી લહેરમાં બાળકોમાં સંક્રમણમાં ના આવે તે માટે સુસજ્જ બની શુક્રવારે સાંજે શાળાઓ બંધ કરવાનો નિર્ણય લીધો હતો જ્યાં મોડી સાંજે તેનો પરિપત્ર આવતા શાળાના શિક્ષકોએ મોબાઇલ દ્વારા તમામ વિદ્યાર્થીના વાલીઓને લોકલી દીધા હતા.

પરંતુ શનિવારે વહેલી સવારે પાલનપુર લક્ષ્મીપુરા નજીક આવેલ રાજીબા સ્કૂલમાં વિદ્યાર્થીઓ પહોંચી ગયા હતા જેનો સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થયો હતો જ્યાં સ્કૂલના સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે,મોડી સાંજે શાળાઓ બંધ છે તેવો મેસેજ તમામ વાલીઓના મોબાઈલમાં મોકલ્યો હતો જ્યાં અમુક વાલીઓએ મોબાઈલ ચેક ન કરતા વહેલી સવારે વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...