અમીરગઢ પાસે આવેલી રાજસ્થાનની માવલ ચેકપોસ્ટ પરથી રાજસ્થાન પોલીસે વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. ઘઉં અને રાયડાના ભુસાની આડમાં ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયત્ન રાજસ્થાન પોલીસે નિષ્ફળ પાડ્યો છે. રાજસ્થાન પોલીસે કુલ 503 પેટી દારૂ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજસ્થાનના સિરોહી જિલ્લાના પોલીસ વડા ધર્મેન્દ્રસિંહ દ્વારા આ બાબતે કડક સૂચના આપતા ગુજરાતની સરહદની દરેક બોર્ડર પર સઘન ચેકીંગ હાથ ધરવામાં આવતા ગત શનિવારની રાત્રીના રાજસ્થાન તરફથી આવતી અને ગુજરાતમાં પ્રવેશવા જતી આયશર ટ્રક પર શક જતા ફરજપરના પોલીસ કર્મચારીઓ દ્વારા રોકાવી હતી. જેમાં તપાસ કરતા ઘઉં અને રાયડાના ભૂસાની આડમાં અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂ ભરેલો હતો. જેથી કાયદેસરની કાર્યવાહી કરતા ટ્રકમાંથી દારૂની 503 પેટીઓ સહિત કુલ 25 લાખનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે.
વિદેશી દારૂ ગુજરાતમાં લઈ જનારા ટ્રકના ચાલક પવનકુમાર જટ રહે લારોકતા તા કિલોદરાલ જિલ્લા રાજૌરી જમમુ કાશ્મીર વાળની પોલીસે અટકાયત કરી આબકારી અધિનિયમ એક્ટ મુજબ ગુની નોધવામાં આવ્યો છે. તેમજ વિદેશી દારૂ ક્યાંથી અને ગુજરાતમાં કયાં લઈ જવામાં આવી રહ્યો હતો તેની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.