તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:પાલનપુર સિવિલમાં રાજસ્થાનના દર્દીનું મોત, વધુ 62 લોકો સંક્રમિત, પાલનપુર સિવિલમાં 53 દર્દીઓ પૈકી 26 દર્દીઓ ઓકિસજન ઉપર

પાલનપુર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લામાં શુક્રવારે કોરોનાના વધુ 62 રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જ્યાં પાલનપુર કોવિડ હોસ્પિટલમાં રાજસ્થાનના કોરોના પોઝિટિવ દર્દીનું મોત નિપજ્યું હતુ. બનાસકાંઠા જિલ્લામાં શુક્રવારે વધુ 62 રિપોર્ટ પોઝિટિવ નોંધાયા હતા. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મનિષ ફેન્સીએ જણાવ્યું હતુ કે, ગુરુવારે સાંજે એન્ટીજન રેપિડ કિટના 15 દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા બીજા દિવસે શુક્રવારે ડીસા અને પાલનપુરની કોવિડ હોસ્પિટલમાં લેવાયેલા આરટીપીસીઆર 145 સેમ્પલ પૈકી 21 પોઝિટિવ આવ્યા હતા જ્યારે પ્રાઇવેટ લેબના 28 સેમ્પલ પૈકી 12 પોઝિટિવ આવ્યા હતા. જ્યારે 1221 એન્ટીજન કિટના 14 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

પાલનપુર સિવિલના સિવિલ સર્જન ડો.ભરત મિસ્ત્રીએ જણાવ્યું હતુ કે, ગુરૂવારે રાજસ્થાનના એક દર્દીનું પાલનપુર કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. વર્તમાન સમયે કોવિડ હોસ્પિટલમાં 53 પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. 17નો રિપોર્ટ આવવાનો બાકી છે. 26 દર્દીઓ ઓકિસજન ઉપર છે.

મહેસાણામાં કોરોનાથી 5નાં મોત, નવા 48 કેસ
મહેસાણામાં કોરોનાની સારવાર લઇ રહેલા 5 દર્દીઓના શુક્રવારે સારવાર દરમિયાન મોત થયાં હતાં. જેમાં મહેસાણાના પ્રવિણભાઇ પટેલ (78), કાન્તિભાઇ મકવાણા (69), ઉનાવાના રણછોડભાઇ પટેલ (78), વિજાપુરના ફલુ ગામના નરેન્દ્રભાઇ પટેલ (64), કલોલના નવિનચંદ્ર બારોટ (74)નો સમાવેશ થાય છે. જ્યારે મહેસાણા જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પી.કે. સોની સહિત જિલ્લામાં નવા 48 કેસ આવ્યા છે,

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો