તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:પાલનપુરની સોસાયટીઓ અને કોમ્પલેક્ષનું વરસાદી પાણી ફરજીયાત જમીનમાં ઉતારાશે

પાલનપુર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુર પાલિકાની ટાઉન પ્લાનીંગ કમિટીની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા

પાલનપુર પાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠક બુધવારે યોજાઇ હતી. જેમાં વરસાદી પાણી જમીનમાં ઉતારી ભૂર્ગભજળ ઉંચા લાવવા, કોમ્પલેક્ષોના બંધ પડેલા અથવા અન્ય ઉપયોગમાં લેવાતા પાર્કિગ ખુલ્લા કરાવવા,સહિતના ઠરાવો મંજુર કરવામાં આવ્યા હતા. પાલનપુર નગરપાલિકાની ટાઉન પ્લાનીંગ કમિટીની બેઠક બુધવારે પાલિકા હોલમાં કોરોના ગાઇડલાઇન સાથે યોજાઇ હતી. જેમાં શહેરીજનોના હિતમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર સતિષ પટેલે જણાવ્યું હતુ કે, શહેરમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો મોટા પ્રમાણમાં વેફડાટ થાય છે.

આ પાણી તળાવ કે અન્ય સ્થળે વહી જાય છે. આ વહી જતું પાણી જમીનમાં ઉતરે અને પાલનપુર તેમજ આજુબાજુના ગ્રામિણ વિસ્તારોમાં ભૂર્ગભજળ ઉંચા આવે તે માટે મહત્વનો નિર્ણય લઇ શહેરની તમામ સોસાયટી તેમજ કોમ્પલેક્ષનું વરસાદી પાણી ફરજીયાત જમીનમાં ઉતરે તે માટે પ્લાનીંગ કરવામાં આવ્યું છે.

જે મુજબ સોસાયટી નજીક પરકોલેશન વેલ બનાવવામાં આવશે. જેના થકી પાણી જમીનમાં ઉતારવામાં આવશે. આ ઉપરાંત શહેરમાં પેચીદી બનેલી ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં બંધ પડેલા અથવા અન્ય ઉપયોગમાં લેવાતા પાર્કિંગ ખુલ્લા કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

બી.યુ પરમીશન વિનાની હોસ્પિટલો સામે કાર્યવાહી
પાલનપુરમાં સૌ પ્રથમવાર ટીપી સ્કીમ મુકવામાં આવશે. જેમાં શહેરના વિવિધ વિસ્તારોનો સર્વે કરી સરકાર સમક્ષ મોકલવામાં આવશે.આ ઉપરાંત હાઇકોર્ટના હૂકમ મુજબ પાલનપુરમાં બી. યુ. પરમીશન વિનાની હોસ્પિટલોને નોટિસ આપી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...