મેઘમહેર:બનાસકાંઠાના પાલનપુર, ઈકબાલગઢ અને અંબાજીમાં વરસાદી ઝાપટા વરસ્યા

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો, સારા વરસાદની આશા

બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. દિવસ ભરની ભારે ઉકળાટ બાદ પાલનપુર, અંબાજી, ઇકબાલગઢ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી, તો બીજી તરફ લોકોને ગરમીથી આંશિક રાહત પહોંચી હતી.

પાલનપુરમાં બે દિવસના વિરામ બાદ વરસાદ પડતાં લોકોને ગરમીથી રાહત પહોંચી હતી, જિલ્લામાં આ વર્ષનો એવરેજ 52.60 ટકા વરસાદ નોંધાયો છે. આ વખતે ચોમાસુ સીઝન દરમિયાન મોડો વરસાદ આવ્યો છે જિલ્લામાં હજુ પણ સરેરાશ વરસાદની ઘટ છે ડેમો તળાવો હજુ ભરાયાં નથી. જિલ્લામાં નહિવત વરસાદથી ખેડૂતોને આવનારા સમયમાં સિંચાઇના પાણી માટે તકલીફ પડે તેવી સંભાવના છે. જોકે હાલમાં સારા વરસાદથી ખેડૂતોના પાકોને ફાયદો થયો છે તેમજ લોકોને પણ ગરમીમાંથી રાહત મળી છે.

અન્ય સમાચારો પણ છે...