તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘમહેર:બનાસકાંઠા જિલ્લામાં તંત્રની આગાહીને લઈ પાલનપુર તેમજ આજુબાજુ વરસાદી ઝાપટા પડ્યા

પાલનપુર3 મહિનો પહેલા
  • ભારે ઉકળાટ બાદ વિવિધ વિસ્તારમાં વરસાદી આવતા લોકોને ગરમીથી આંશિક રાહત થઇ

બનાસકાંઠા જિલ્લામાં તંત્રની આગાહીને પગલે જિલ્લામાં ભારે ઉકળાટ બાદ પાલનપુર તેમજ આજુબાજુના વિસ્તારોમાં બપોરના સમયે વરસાદી ઝાપટા પડતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે. જોકે વરસાદના પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. વરસાદનું આગમન થતાં ખેડૂતો વાવેતરની તૈયારીઓમાં જોતરાયા છે. જોકે અન્ય ખેડૂતોના ખેતરોમાં બાજરી મગફળી જેવા તૈયાર પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

1 જૂનથી કંટ્રોલરૂમ એક્ટિવેટ કરી દેવામાં આવ્યા

બનાસકાંઠા જિલ્લા કલેકટરે પ્રિ-મોન્સૂન કામગીરીને લઇ યુજેવીસીઓલને મેન્ટેન્સની કામગીરી પૂર્ણ કરવા તેમજ વિકટ પરિસ્થિતિમાં પાણીનો પૂરવઠો જળવાઈ રહે તે માટે સૂચન કર્યું હતું. બીજી તરફ નગરપાલિકા અને સ્થાનિક તાલુકા પંચાયત તરફથી ટીમ તૈયાર રાખવાની અને ખેતીવાડી વિભાગ સહિતના તમામ વિભાગોને લાગુ પડતી સૂચનાઓ આપવામાં આવેલી છે. જેમાં 1 જૂનથી કંટ્રોલરૂમ એક્ટિવેટ કરી દેવામાં આવ્યા છે. જિલ્લામાં જે પણ તરવૈયાઓ છે અને જે પણ ઉપલબ્ધ મશીનરી છે તેની યાદી બનાવી અને અપડેટ કરવામાં આવેલી છે. જેથી કરી કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો ઝડપથી સ્થાનિક કક્ષાએ લોકો સાથે સંપર્ક કરી શકાય અને જે પણ બનતી મદદ ઝડપથી પહોંચાડી શકાય.

ધીમે ધીમે આપણે ચોમાસામાં તરફ આગળ વધી રહ્યાં છીએ

જોકે આ બાબતે બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે ધીમે ધીમે આપણે ચોમાસામાં તરફ આગળ વધી રહ્યાં છીએ. જે પણ ડિપાર્ટમેન્ટને પ્રી-મોન્સૂન કામગીરી કરવાની હોય એ ઝડપથી પૂર્ણ કરે. જેમ કે યુજેવીસીએલ છે એમના તરફથી મેન્ટેન્સની કામગીરી પૂર્ણ થઇ છે. તેમાં કોઇપણ વિકટ પરિસ્થિતિમાં પાણીનો પુરવઠો સચવાઈ તે માટે કાર્યવાહી કરવામાં આવી છે. તથા નગરપાલિકા, સ્થાનિક તાલુકા પંચાયત તરફથી ટિમ તૈયાર રાખવાની સાથે ખેતીવાડી વિભાગ સહિત તમામ વિભાગોને એમને લાગુ પડતી સૂચનાઓ આપવા આવેલી છે.

અન્ય સમાચારો પણ છે...