તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘ મલ્હાર:દિવસભરના ઉકળાટ બાદ અમીરગઢમાં સતત બીજા દિવસે વરસાદ, ખેડૂતોના મુર્જતાં પાકોને નવું જીવન મળ્યુ

પાલનપુર24 દિવસ પહેલા
  • જિલ્લામાં લાંબા સમયથી મેઘરાજાએ રિસામણા લીધા હતા
  • વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીની લહેર છવાઇ

બનાલકાંઠા જિલ્લામાં ઘણાં લાંબા સમયથી મેઘરાજાએ રિસામણાં લીધા હતા. જ્યારે ગઇકાલ બાદ આજે પણ સાંજના સુમારે જિલ્લાના અમીરગઢ તાલુકાના કેટલાક વિસ્તારમાં મેઘ સવારી થતાં લોકોએ ગરમીથી રાહત અનુભવી છે. વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીની લહેર છવાઇ છે.

બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડુતો સહિત પશુપાલકો ચિંતિત બન્યા છે અને વરસાદ ન થવાને કારણે દિવસભર ઉકળાટ અને બફારો પણ રહેતો હતો. જોકે ગઈકાલે શીતળા સાતમના દિવસે બપોર બાદ એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને આજે સાંજે મેઘરાજાએ પધરામણી કરી હતી. જ્યારે આજે જન્માષ્ટમી ના દિવસે અચાનક વાતાવરણ પલટો આવતા અમીરગઢ ઇકબાલગઢ સાહિતના પંથકમાં વરસાદી જપતા પડતા ખેડૂતોના મુર્જતાં પાકોને નવું જીવન મળવાની આશા જાગી છે.

દિવસભર ઉકળાટ અને બફારા બાદ સાંજના સુમારે મેઘરાજાએ પધરામણી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોએ પણ રાહત અનુભવી હતી. મેઘરાજાએ જે પ્રમાણે મોડે મોડે પણ પધરામણી કરીને લોકોમાં ફરી એક આશા બંધાવી છે તે આશા નિષ્ફળ ન નીવડે અને સારો એવો વરસાદ થાય તેવી લોકો આશા કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...