માવઠુ:બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા

13 દિવસ પહેલા
  • હવામાન વિભાગે 5 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધી માવઠાની આગાહી કરી છે

હવામાન વિભાગની આગાહીને લઇ બનાસકાંઠા જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લામાં ઠંડીનું જોર ઘટ્યુ હતુ.

બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વખત માવઠાની આગાહી આપવામાં આવી છે. 5 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધી જિલ્લામાં છૂટાછવાયા વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેને લઈ માર્કેટયાર્ડ કમિશન એજન્ટ તેમજ ખેડૂત મિત્રોને કમોસમી વરસાદ પડવાની શક્યતાઓને લઈ ખેતી ઉત્પન ખેતપેદાશને નુકસાન ન થાય તે માટે સાવચેતીપૂર્વક તકેદારી રાખવા વિનંતી કરાઇ છે. તેમજ ઉત્પાદિત ખેત પેદાશ ને યોગ્ય સુરક્ષિત જગ્યાએ મૂકવા તેમજ વેપારી મિત્રોને પોતાનો માલ ખેત પેદાશને યોગ્ય જગ્યાએ ઉતારવા વિનંતી કરવામાં આવી છે.

આ અંગે ડિઝાસ્ટર અધિકારી સંજય ચૌહાણે જણાવ્યું હતું કે, ભારતીય હવામાન વિભાગની આગાહી જણાવ્યા અનુસાર બનાસકાંઠા જિલ્લામાં તારીખ 5, 6 અને 7 જાન્યુઆરી 2022 દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં છૂટાછવાયા છાંટા પડશે.

આ સંદર્ભે કલેકટર સાહેબના આદેશ અનુસાર જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા રજિસ્ટર સાહેબની સૂચના અનુસાર આપવામાં આવેલી છે કે કોઈ ગોડાઉનમાં કે બહાર અનાજ પડેલું હોય તાત્કાલિક ધોરણે તેને સલામત જગ્યાએ ખસેડવામાં આવે. આ સંદર્ભે કોઈ બનાવ થાઈ તો તમામ કંટ્રોલ રૂમ 24 કલાક સ્ટેન્ડબાય રહેવાની સૂચના આપેલી છે.

અન્ય સમાચારો પણ છે...