તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:બનાસકાંઠામાં 28 દિવસ બાદ પાલનપુર, દાંતા,વડગામ,દાંતીવાડા પંથકમાં વરસાદ

પાલનપુર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર શહેરમાં હળવાથી ભારે ઝાપટું પડતાં રોડ પર પાણી રેલાયા હતા.ગણેશપુરા વિસ્તારમાં માર્ગ પર પાણી ભરાતાં લોકોને મુશ્કેલી પડી હતી. - Divya Bhaskar
પાલનપુર શહેરમાં હળવાથી ભારે ઝાપટું પડતાં રોડ પર પાણી રેલાયા હતા.ગણેશપુરા વિસ્તારમાં માર્ગ પર પાણી ભરાતાં લોકોને મુશ્કેલી પડી હતી.
  • અમીરગઢમાં 2 મીમી, દાંતામાં 2 મીમી, દાંતીવાડામાં 5 મીમી અને પાલનપુરમાં 1 મીમી વરસાદ

બનાસકાંઠા જિલ્લામાં 28 દિવસ બાદ રવિવારે અમીરગઢમાં 2 મી.મી, દાંતામાં 2 મી.મી, દાંતીવાડામાં 5 મીમી અને પાલનપુરમાં 1 મીમી વરસાદ અને વડગામ પંથકમાં વરસાદી ઝાપટાં પડતાં ખેડૂતોમાં આનંદ પ્રસરી ગયો હતો. જ્યાં પિયત વિના મુરઝાઇ રહેલા ખેતીના પાકોને જીવતદાન મળ્યું છે. પ્રજાજનોમાં હવે સારા વરસાદની આશા બંધાઇ છે.

બનાસકાંઠા જિલ્લામાં પ્રારંભે જિલ્લામાં સારો એવો વરસાદ થતાં ખેડૂતોએ ખરીફ પાકની વાવણી કરી હતી. પરંતુ વરસાદ ખેંચાતા દુષ્કાળની દારૂણ પરિસ્થિતિ ઉભી થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતુ. ખેડૂતો, પાંજરાપોળના સંચાલકોએ જીલ્લાને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવા માટે સરકારને રજૂઆતો પણ કરવાનું ચાલુ કર્યુ હતુ. આવી સ્થિતિ વચ્ચે 28 દિવસ પછી પાલનપુર, દાંતા, દાંતીવાડા અને વડગામ પંથકમાં સાંજના સુમારે ઓચિંતો વાતાવરણમાં પલટો આવતાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડવાના શરૂ થયા હતા.

70 હજાર હેક્ટરમાં વરસાદ આધારિત ખેતી થાય છે
જિલ્લાના થરાદ, વાવ અને સૂઇગામપંથકમાં નર્મદા કમાન્ડ બહારના વિસ્તારમાં વરસાદી ખેતીનો પાક મુરઝાયી રહ્યો છે. જ્યાં થરાદમાં 88614 હેકટર, વાવમાં 52095 હેકટર જ્યારે સૂઇગામમાં 24701 હેકટર જમીનમાં ખેતીના વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. જિલ્લમાં 70 હજાર હેકટર જમીનમાં વરસાદ આધારિત ખેતી થાય છે.

ખેતી પાકોને જીવતદાન મળવાની આશા બંધાઇ
ખેડૂત રમેશભાઇ પટેલે જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા દુષ્કાળના ઓળા ઉતરે એવી ભિતી સતાવતી હતી. પિયતની સગવડ ન ધરાવતાં ખેડૂતોના પાક સુકાઇ રહ્યો હતો. મોઘાભાવનું બિયારણ, ખાતરનો ખર્ચ પણ માથે પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતુ. ત્યારે અણીના સમયે વરસાદી વાતાવરણ બનતાં હવે ખેતીના પાકોને જીવતદાન મળશે તેવી આશા બંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...