તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Railway Station Was Closed, 45 Routes Of Palanpur Ahmedabad Train Were Canceled, Only Five Special Trains Were Disrupted, Local Trains Were Stopped And Passengers Were Stranded.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:રેલવે સ્ટેશન સૂમસામ બન્યું,પાલનપુર-અમદાવાદને સાંકળતી ટ્રેનના 45 રૂટ રદ, માત્ર પાંચ સ્પેશ્યલ ટ્રેનની જ અવર-જવર,લોકલ ટ્રેનો બંધ કરતાં મુસાફરો અટવાયા

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુરથી અમદાવાદને સાંકળતી ટ્રેનોના 45 જેટલા રૂટ કોરોનાના કારણે રદ કરી દેવામાં આવ્યા છે. સરકારની ગાઇડ લાઇન મુજબ માત્ર પાંચ સ્પેશ્યલ ટ્રેનો દોડી રહી છે. જેમને પાલનપુર સ્ટોપેજ અપાયું છે. તેમજ લોકલ તમામ ટ્રેનો પણ બંધ કરી દેવામાં આવી હોવાથી મુસાફરોની હેરાનગતી વધી જવા પામી છે.પાલનપુર રેલવે સ્ટેશન આમ દિવસોમાં તો મુસાફરોથી ઉભરાતું હોય છે.

પાલનપુર ઉપરાંત આજુબાજુના દાંતા, વડગામ, દાંતીવાડા, થરાદ, વાવ, સૂઇગામ, લાખણી, ભાભર કે જ્યાં રેલવેની સીધી સુવિધા નથી તે વિસ્તારના લોકો, વેપારીઓ તેમજ નોકરીયાતો અમદાવાદ, મુંબઇ, સુરત સહિતના શહેરો તેમજ નજીકના મહેસાણા, ઉંઝામાં નોકરી સ્થળે જવા માટે પાલનપુરથી ટ્રેનમાં જતાં હોય છે.

પાસની સુવિધાના કારણે મુસાફરી પણ સસ્તી પડતી હોય છે. જોકે, વર્તમાન સમયે કોરોનાએ એકાએક ઉથલો મારતાં અમદાવાદમાં કરફયું લાદવામાં આવ્યો છે. જેની અસર ટ્રેન વ્યવ્યહાર ઉપર પણ પડી છે. આ અંગે વેર્સ્ટન રેલવેના પી.આર. યુ.સી.સી. મેમ્બર અંબાલાલ રંગવાણીએ જણાવ્યું હતું કે, હાલમાં સરકારની ગાઇડ લાઇન મુજબ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.

જેના કારણે આમ દિવસોમાં પાલનપુર રેલવે સ્ટેશને આવતી-જતી ટ્રેનોના જે 50 રૂટ હતા તે ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. અને માત્ર પાંચ સ્પેશ્યલ ટ્રેનો દોડી રહી છે. આ ઉપરાંત આબુરોડ-પાલનપુર-અમદાવાદને સાંકળતી તમામ લોકલ ટ્રેનો પણ બંધ કરી દેવામાં આવી છે.

કઇ ટ્રેનો દોડી રહી છે
1. બાંદ્રા - અરાવલી એક્ષપ્રેસ (બાંદ્રા - શ્રીગંગાનગર)
2. સૂર્યનગરી એક્ષપ્રેસ (બાંદ્રાથી બિકાનેર)
3. અમદાવાદ - દિલ્હી (આશ્રમ એક્ષપ્રેસ)
4. અમદાવાદ - દિલ્હી (રાજધાની એક્ષપ્રેસ)
5.અમદાવાદ -આગ્રા(ગ્વાલીયર)(ત્રણ દિવસ આગ્રા- ત્રણ દિવસ ગ્વાલીયર)
કઇ લોકલ ટ્રેનો બંધ કરાઇ
આબુરોડથી પાલનપુર-અમદાવાદને સાંકળતી ડેમુ ટ્રેન જે સવાર-સાંજ ઉપડતી હતી. તેમજ અમદાવાદ જોધપુર ટ્રેન જે બે ટાઇમ ઉપડતી હતી તે કોરોનાનું સંક્રમણ વધતાં રદ કરવામાં આવી છે.

ખાનગી વાહનોમાં નોકરી જવું પડે છે
‘હું મહેસાણામાં નોકરી કરૂ છુ. દરરોજ સવારે ડેમુ ટ્રેનમાં જતો અને સાંજે તેમાં જ પરત આવતો હતો. ભાડામાં એકદમ સસ્તુ રહેતું હતું. જોકે, લોકલ ટ્રેન બંધ કરી દેવામાં આવતાં અને પાસ હોવાથી હવે ખાનગી વાહનોમાં અપડાઉન કરવું પડે છે.’: આનંદભાઇ પરમાર (પાલનપુર)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser