તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અરજદારોમાં રોષ:પાલનપુર ફાંસિયા ટેકરા આરોગ્ય કચેરીમાં વાત્સલ્ય કાર્ડ માટે ધક્કા

પાલનપુર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાંચ કાર્ડ નીકળ્યા પછી સર્વરડાઉન રહેતાં અરજદારોમાં રોષ

પાલનપુર વિસ્તારમાં આવેલી આરોગ્ય કચેરીમાં છેલ્લા પાંચ દિવસથી માં વાત્સલ્ય કાર્ડ કઢાવવામાં સર્વર ડાઉન રહેતા અરજદારોમાં રોષ જોવા મળ્યો હતો. પાલનપુરના ફાંસિયા ટેકરે આવેલી તાલુકા હેલ્થ કચેરી ખાતે છેલ્લા ઘણા દિવસથી માં વાત્સલ્ય કાર્ડ કાઢવામાં આવી રહ્યા છે. જ્યાં અરજદારોએ આક્ષેપ કર્યા કે છેલ્લા પાંચ દિવસથી ધક્કા ખાઇએ છીએ તેમ છતાં કાર્ડ નીકળતું નથી. જ્યારે પણ જઈએ ત્યારે ઓપરેટર કહે છે આજે સર્વર ડાઉન છે માટે કામગીરી બંધ છે.

જેને લઈ અરજદારોમાં રોષ જોવા મળ્યો હતો. મહત્વની વાત એ છે કે આ કાર્ડનો ઉપયોગ દાઝેલા, હૃદયના રોગો, કિડનીના ગંભીર રોગો, મગજના રોગો, નવજાત શિશુના રોગો, કેન્સર, કિડની લીવર જેવા 698 જેટલી પ્રોસીઝર માટે સારવાર માટે ઉપયોગી બને છે. જ્યાં આ સમયે કોઈ આવી બીમારીથી પીડાતું હશે તો તે પરિવારને માથે ભારે મુસીબત ભોગવવાનો વારો આવી શકે તેમ છે.તાત્કાલિક માં વાત્સલ્ય કાર્ડનું સર્વર ચાલુ કરાય તેવી અરજદારોની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...