મગફળીની ખરીદી:બનાસકાંઠામાં લાભપાંચમથી15 સેન્ટર પર મગફળીની ખરીદી

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માર્કેટયાર્ડમાં 1000થી 1200 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે જ્યારે સરકાર દ્વારા ટેકાના ભાવ પ્રતિ 20 કિ.ગ્રા.ના 1110 નક્કી કરાયા છે

બનાસકાંઠા જિલ્લામાં 15 કેન્દ્રો પર લાભપાંચમ( થી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવનાર છે જિલ્લામાં 18 દિવસમાં 10,165 ખેડૂતોએ મગફળી નુ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. હજુ પણ આગામી દિવસોમાં રજિસ્ટ્રેશનની સંખ્યામાં વધારો થશે જિલ્લા પુરવઠા નિગમની ટીમે ટેકાના ભાવે મગફળી ખરીદવા માટેની તૈયારીઓ 15 કેન્દ્રો પર શરૂ કરી છે.‌

આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં 1155 રૂપિયાના ભાવે ટેકા મગફળીની ખરીદી થનાર છે જોકે અત્યારે જુદા જુદા માર્કેટયાર્ડમાં 1000થી 1200 રૂપિયા સુધીના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે તેમ છતાં vce મારફતે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલી રહી છે. ગુજરાત મગફળીના ટેકાના ભાવ રૂ. 5550 પ્રતિ ક્વિન્ટલ એટલે કે રૂ. 1110 પ્રતિ 20 કિ.ગ્રા. ભાવ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. અને મગફળીની ટેકાના ભાવે ખરીદી લાભ પાંચમ એટલે કે 9 નવેમ્બર 2021 ના ખરીદી શરૂ કરવામાં આવશે.

જિલ્લા પુરવઠા નિગમના સૂત્રોએ જણાવ્યું હતું કે લાભ પાચમ થી જિલ્લાના 15 કેન્દ્રો પર ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે જેમાં અમીરગઢ કાંકરેજ ડીસા થરાદ દાંતા દાંતીવાડા દિયોદર ધાનેરા પાલનપુર ભાભર લાખણી વડગામ વાવ અને સૂઇગામ તાલુકામાં ખેડૂતોના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા દરમિયાન 10,165 ખેડૂતોએ 4817 ફોર્મનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ગત વર્ષે બનાસકાંઠા જિલ્લામાં 64,937 ખેડૂતોનુ 29,349 રજીસ્ટ્રેશન થયું હતું.

ટેકાના ભાવે મગફળી રજીસ્ટ્રેશન દસ્તાવેજ
● આધાર કાર્ડ
● બેન્ક પાસબુક અથવા કેન્સલ ચેક
● જમીનના 7/12 અને 8-અ ના દાખલા
● તલાટીનો પાણી પત્રકનો દાખલો અથવા 7/12 માં નોંધણી કરાવવી જરૂરી
● મગફળી ટેકાના ભાવે રજીસ્ટ્રેશન પોર્ટલ
- આગોતરી નોંધણી માટે - N.I.C. ના પોર્ટલ
- http//ipds.gujarat.gov.in

કેવી રીતે સરકાર મગફળીની ખરીદી કરશે
મગફળીનો જથ્થો ભારત સરકારના ધોરણો મુજબ ફેરએવરેજ કવોલિટી (FQ) મુજબ ખરીદી કરવા આવશે. હેક્ટર દીઠ જિલ્લાવાર ઉત્પાદકતા મુજબ ખરીદી કરવામાં આવશે તથા પ્રતિ દિન / પ્રતિ ખેડૂત 63 ગુણી 30 કિલો લેખેની મર્યાદામાં ખરીદી કરવામાં આવશે.

કયા તાલુકામાં કેટલું રજિસ્ટ્રેશન કરાયું

તાલુકો

રજીસ્ટ્રેશન

ખેડૂતો
અમીરગઢ00
કાંકરેજ10882153
ડીસા474777
થરાદ446829
દાંતા177772
દાંતીવાડા3088
દિયોદર6821655
ધાનેરા6691281
પાલનપુર258784
ભાભર3656
લાખણી505788
વડગામ396902
વાવ5576
સુઇગામ14
કુલ481710165

અન્ય સમાચારો પણ છે...