તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:દાંતાના રંગપુર-કાંટીવાસમાં જૂના સ્થાપત્યનું પુનઃ નિર્માણ કરવા સરકારમાં દરખાસ્ત

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હાલ રામ દરબાર અને પ્રાચીન શિવ મંદિરના સ્થાપત્યો વેરણ છેરણ હાલતમાં - Divya Bhaskar
હાલ રામ દરબાર અને પ્રાચીન શિવ મંદિરના સ્થાપત્યો વેરણ છેરણ હાલતમાં
  • કલેક્ટરે રંગપુર-કાંટીવાસ અને ડુંગરાળ વિસ્તારના પૌરાણીક સ્થળોની મુલાકાત લીધી

દાંતા તાલુકાના અંતરીયાળ વિસ્તારોમાં પ્રાચીન નગરીના અવશેષો ધરબાયેલા છે. સાંસ્કૃતિક વારસા તરીકે સચવાયેલ દાંતાના રંગપુર-કાંટીવાસ ગામમાં રામ દરબાર અને પ્રાચીન શિવ મંદિર આવેલ છે. કલેકટર આનંદ પટેલે રંગપુર-કાંટીવાસ અને ડુંગરાળ વિસ્તારના પૌરાણીક સ્થળોની મુલાકાત કરી હતી. આ વિસ્તારના સાંસ્કૃતિ વારસા અને આ મંદિર સમૂહના પુનઃનિર્માણ માટે સરકારમાં દરખાસ્ત કરી છે. દાંતાના જંગલ વિસ્તારમાં સચવાયેલા પ્રાચીન શિલ્પ સ્થાપત્યો પ્રત્યે હવે સરકારનું ધ્યાન ગયું છે.

ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હસ્તકની યોજનાઓ અંતર્ગત પુનઃ નિર્માણ માટે બોર્ડની ટીમ દ્વારા મુલાકાત લઇ સ્થાનિક સર્વે કરવા અંગે બનાસકાંઠા કલેક્ટરે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગર સ્થિત સચિવને 19 ઓગસ્ટએ દરખાસ્ત મોકલી હતી. કલેક્ટર આનંદ પટેલની મુલાકાત દરમ્યાન રંગપુર- કાંટીવાસ ગામના ડુંગરાળ વિસ્તારમાં ઝાડી-ઝાંખરા વચ્ચે અંદાજીત 100 મીટરના વિસ્તારમાં પૌરાણિક મંદિરોના સમૂહના અવશેષો જોવા મળ્યાં હતાં.

આ અવશેષો પૈકી અનેક કલાત્મક શિલ્પ સ્થાપત્યો અને દેવી મૂર્તિઓ ઝાડી- ઝાંખરામાં ધ્વસ્ત અવસ્થામાં વેર વિખેર હાલતમાં છે. બાહ્ય આક્રમણકારો દ્વારા પાટણ પરની ચડાઇ દરમ્યાન પ્રાચીન માર્ગમાં આવતા હિંદુ ધર્મસ્થળ તરીકે આ મંદિર સમૂહોને ધ્વસ્ત કરી હોવાની લોકવાયકા છે.

આ કલાકૃતિઓ તથા સ્થાનિક લોકોની માન્યતાઓને ધ્યાને લઇએ તો રામ દરબાર મંદિર સમૂહ જણાય છે. આ જ ગામમાં રામ દરબાર મંદિર સમૂહ પાસે પૌરાણિક શિવ મંદિરના ભગ્ન અવશેષો પણ આવેલા છે. જેને પણ ધ્વસ્ત કરેેલા છે. આ મંદિરોના પુન: નિર્માણની કામગીરીથી આ વિસ્તારમાં આવેલા પૌરાણિક સાંસ્કૃતિક વારસાના જતન ઉપરાંત આવનારા સમયમાં યાત્રિકોની અવરજવર થતાં પ્રવાસન વિકાસ અને સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો નિર્માણ પામશે.

અન્ય સમાચારો પણ છે...