તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Prizes Were Awarded To 24 Best Teachers Of Banaskantha District. Teachers Were Honored On The Occasion Of Teacher's Day. Bhabharni Ladula Pvt. School Teacher Ramilaben Makwana And Sukhdevram Joshi Of Lakhni Moral Primary School Were Awarded District Level Prizes.

શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન:બનાસકાંઠા જિલ્લાના 24 શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક આપી સન્માનિત કરાયા

પાલનપુર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષક દિન નિમિત્તે શિક્ષકોનું કરવામાં આવ્યું સન્માન
  • જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યાં

આજે શિક્ષક દિન છે, ત્યારે આજના દિવસે શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં પણ 24 શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યાં હતા. ભાભરની લાડુલા પ્રા. શાળાના શિક્ષકા રમીલાબેન મકવાણા અને લાખણીની મોરાલ પ્રા.શાળાના સુખદેવરામ જોષીને જિલ્લા કક્ષાના પારિતોષિક એનાયત કરાયા છે.

બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી ડૉ.નરેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, જિલ્લા અને તાલુકા કક્ષાએ શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોને રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક એનાયત કરવામાં આવે છે. વર્ષ-2021 માટે બનાસકાંઠા જિલ્લામાંથી જિલ્લા અને તાલુકા કક્ષાના 24 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક જાહેર કરવામાં આવ્યાં છે.

જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોમાં પ્રાથમિક વિભાગમાંથી 2 શિક્ષકોની પસંદગીજિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-2021માં પ્રાથમિક વિભાગમાંથી 2 શિક્ષકો પસંદગી કરવામાં આવી છે. જેમાં લાખણી તાલુકાની મોરાલ પ્રાથમિક શાળાના શિક્ષક સુખદેવરામ ઇશ્વરલાલ જોષી અને ભાભર તાલુકાની લાડુલા પ્રાથમિક શાળા શિક્ષિકા રમીલાબેન દાનાભાઇ મકવાણાને જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરવામાં આવ્યો છે. સી.આર.સી.,બી.આર.સી.,કે.નિ.,HTAT આચાર્ય વિભાગમાંથી દાંતીવાડા બી.આર.સી. કો.ઓર્ડિનેટર જીગર જયંતીલાલ જોશીને પારિતોષિક અપાયો છે.

તાલુકા કક્ષાના શ્રેષ્ઠ 21 શિક્ષકોનું સન્માનતાલુકા કક્ષાના શ્રેષ્ઠ પારિતોષિક 21 શિક્ષકોને એનાયત કરવામાં આવ્યાં છે. જેમાં પાલનપુર તાલુકાની સરીપડા પ્રા. શાળાના દલજીભાઇ વિરસંગભાઇ રાતડા અને ભૂતેડી પ્રા.શાળાના પરેશકુમાર બાબુભાઇ પુરોહિત, વડગામ તાલુકાની નાવીસણા પ્રા.શાળાના ભરતજી પરબતજી રાઠોડ અને સીસરાણા પે. કેન્દ્ર શાળાના દિલીપકુમાર હરગોવનભાઇ પ્રજાપતિ, દાંતા તાલુકાની બારવાસ પ્રા. શાળાના હેતલબેન દશરથભાઇ પટેલ, ભાભર તાલુકાની રણછોડપુર પ્રા. શાળાના મહેન્દ્રકુમાર છનાભાઇ રાવળ, લાખણી તાલુકાની માણકી પ્રા. શાળાના ભાવિકકુમાર સોમાભાઇ પટેલ અને મડાલ પ્રા. શાળાના રોશનીબેન સુરેશકુમાર જોશીને પારિતોષિક એનાયત કરવામાં આવ્યાં છે.

આ ઉપરાંત થરાદ તાલુકાની વડગામડા પ્રા. શાળાના રાયમલભાઇ ઉમાભાઇ પરમાર અને ઉંટવેલીયા પ્રા. શાળાના દિનેશભાઇ ધનાભાઇ ચૌહાણ, વાવ તાલુકાની ટડાવ પ્રા.શાળાના મયુરીબેન અક્ષયકુમાર પાધ્યા અને ઢેરીયાણી પ્રા. શાળાના રવજીભાઇ રૂપસીભાઇ કાંદળી, કાંકરેજ તાલુકાની રણવાડા પ્રા. શાળાના નિકુલકુમાર પ્રવિણચંદ્ર સથવારા અને ઉણ પે. કેન્દ્ર શાળાના સિધ્ધરાજસિંહ જયેન્દ્રસિંહ ઝાલા, દિયોદર તાલુકાની જાલોઢા પરા પ્રા. શાળાના લાલજીભાઇ બહેચરભાઇ સોલંકી અને જાડા પ્રા. શાળાના અલ્પેશકુમાર સોમાભાઇ પ્રજાપતિ, દાંતીવાડા તાલુકાની ભાખર મોટી પ્રા. શાળાના દિપીકાબેન નટવરલાલ પટેલ અને માળીવાસ પ્રા. શાળાના નટવરભાઇ ભીખાભાઇ પ્રજાપતિ, ડીસા તાલુકાની રસાણા પ્રા. શાળાના પ્રકાશકુમાર પાનાચંદ સોલંકી અને ડાવસ 1 પ્રા. શાળાના નરસિંહભાઈ બાબુભાઇ સુથાર તથા અમીરગઢ તાલુકાની ઇકબાલગઢ પે. કેન્દ્ર શાળાના કમલેશકુમાર અમૃતલાલ મેજીયાતરને તાલુકા કક્ષાના પારિતોષિક એનાયત કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...