તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:છાપીના વેપારીઓએ કોરોનાની ચેઇન તોડવા ચાર દિવસનું લોકડાઉન આપ્યું

છાપી11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 24 કલાકમાં ચાર લોકોને કોરોના ભરખી જતાં હાહાકાર

વડગામ તાલુકામાં મોતનો સિલસિલો યથાવત રહેતા ચોવીસ કલાકમાં ચાર લોકોને કોરોના ભરખી ગયો હતો. જોકે કોરોનાની ચેનને તોડવા તંત્ર અને છાપી વેપારી મંડળ દ્વારા ચાર દિવસ માટે જીવન જરૂરી સામાન સિવાયની તમામ સ્વૈચ્છીક દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. છાપી એસોસીએશનના હોદેદારો તેમજ વેપારી આગેવાનો સાથે મામલતદાર, છાપી સરપંચ ભરતભાઇ ચૌધરી વચ્ચે બેઠક યોજવામાં આવી હતી. જેમાં કોરોનાની ચેઇન તોડવાે સ્વૈચ્છીક ચાર દિવસ માટે લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જેથી છાપી બજાર બુધવાર સુધી સંપૂર્ણ બંધ રહેશે અને 6 થી ૧૫ મે સુધી સવારે 8 થી 2 વાગ્યા સુધી બજાર ખોલવામાં આવશે. જીવન જરૂરી વસ્તુઓની દુકાનો નિયમ મુજબ ખુલશે. વડગામ તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં છાપી, ચિત્રોડા, પીરોજપુરા તેમજ મેતામાં એક-એક મોત થયાના અહેવાલો સાંપડી રહ્યા છે. વડગામ તાલુકામાં સરકારી આંકડા મુજબ કુલ 508 કેસો નોંધાયા હતા. જે પૈકી હાલમાં ક 65 કેસો એક્ટિવ છે. જ્યારે 425 લોકો સાજા થયા છે.

​​​​​​​છાપીના વેપારીને કોરોના ભરખી ગયો છાપીના અગ્રણી વેપારી તેમજ વિવિધ સંસ્થાઓમાં વર્ષોથી સેવા આપનાર અને સાર્વજનિક પુસ્તકાલયના પ્રમુખ જાનમહંમદ અબુબકકરભાઈ મેમણ તેમજ વડગામ ફેરપ્રાઇઝ શોપ એસોસીએશનના પૂર્વ પ્રમુખ હરિભાઈ ધનાભાઈ પરમાર કોરોના સામે જંગ હારી જતાં તેઓએ શુક્રવારે અંતિમ શ્વાસ લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો