માનવ સેવા એજ પ્રભુ સેવા:પાલનપુર વૃદ્ધાશ્રમ ખાતે કલેક્ટર આનંદ પટેલના હસ્તે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાયું

પાલનપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટરના હસ્તે 85 જેટલાં વડીલોને વૃદ્ધ પેન્શન સહાય અને આરોગ્યના લાભો અપાયા

બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને સદભાવના ગ્રુપના સંયુક્ત ઉપક્રમે પાલનપુર વૃદ્ધાશ્રમ (વડીલ વિશ્રાંતિ ગૃહ) ખાતે કલેક્ટર આનંદ પટેલના હસ્તે પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતુ. જેમાં 85 જેટલાં વડીલોને વૃદ્ધ પેન્શન સહાય અને આરોગ્યના લાભો અપાયા હતા.

કલેકિટર આનંદ પટેલે સદ્દભાવના ગ્રુપ, પાલનપુરની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવતા કહ્યું કે, માનવ સેવા એ જ પ્રભુ સેવાના ભાવ સાથે સદભાવના ગ્રુપ દ્વારા વડીલોની ખુબ સરસ કાળજી લેવામાં આવે છે. આવા સેવાકાર્યો પૂણ્યશાળી લોકો દ્વારા જ કરવામાં આવતા હોય છે તેમ તેમણે જણાવ્યું હતુ. કલેકટરએ વડીલોના દર્શન કરી તેમને પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ અર્પણ કરતા નિરોગી સ્વાસ્થ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી.

સદભાવના ગ્રુપ પાલનપુરના ચેરમેન હરેશભાઇ ચૌધરીએ જણાવ્યું કે, વડીલોના આશીર્વાદથી આવી સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ. ગયા જન્મનાં ઋણાનુબંધના કારણે વડીલોની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો છે ત્યારે વડીલો માટે તીર્થયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. વડીલોના આશિર્વાદ સદાય અમારા પર વરસતા રહે તેવી માતાજીને પ્રાર્થના કરુ છુ.

અન્ય સમાચારો પણ છે...