તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:49 વર્ષ પહેલાં જિલ્લા પંચાયતને પથિકાશ્રમ માટે કલેકટરે ફાળવેલી જગ્યા પાછી આપવા પ્રમુખે તૈયારી દર્શાવી

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રમુખે ડીડીઓને પત્ર લખી સદરપુર સ્થળાંતર થતી કલેકટર કચેરીને અહી જ રાખવા જણાવ્યું

નવી કલેકટર કચેરીના નિર્માણને લઈ વિવાદ વકર્યો છે. ધારાસભ્યોના રોષ બાદ કચેરીને ખસેડવાની હિલચાલ પર હાલ ઠંડુ પાણી રેડાઈ ગયું હોય એમ કાર્યવાહી ધીમી કરી દેવાઈ છે. તેવામાં 49 વર્ષ પહેલાં 1972માં જિલ્લા પંચાયતને પથિકાશ્રમ માટે તત્કાલીન કલેકટરે ફાળવેલી જગ્યા હવે જિલ્લા કલેકટરને પાછી આપવા જિલ્લા પંચાયત પ્રમુખએ તૈયારી દર્શાવી છે. જેને લઈ મંગળવારે પ્રમુખ વારકીબેન પારઘીએ ડીડીઓને પત્ર લખી સદરપુર સ્થળાંતર થતી કલેકટર કચેરીને જિલ્લાના હિત ખાતર અહીજ રાખવા જણાવ્યું છે.

પાલનપુરની કલેકટર કચેરી જોરાવર પેલેસની જગ્યામાં બનાવવા માટે અગાઉ પથિકાશ્રમની જગ્યા જિલ્લા પંચાયત પાસેથી પાછી માંગવા જિલ્લા કલેક્ટરે દરખાસ્ત કરી હતી તે વખતે જીલ્લા પંચાયત દ્વારા સાધારણ સભામાં સામૂહિક ઠરાવ કરી પથિકાશ્રમની જગ્યા ન આપવા નક્કી કરાયું હતું. ત્યારબાદ કલેકટર કચેરી માટે જોરાવર પેલેસના બગીચામાં જ એલ આકારમાં નવી કલેકટર કચેરી બનાવવાનું નક્કી થતાં પર્યાવરણ વાદીઓમાં રોષ ફેલાતા વિવાદ સર્જાયો હતો.

જે બાદ પાલનપુર અંબાજી હાઈવે પરના સદરપુર ચાર રસ્તા નજીક કલેકટર કચેરી બનાવવા માટેની તૈયારીઓ હાથ ધરાઈ રહી હોવાની વિગતો સામે આવી હતી જેનો તમામ ધારાસભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો. જે બાદ મંગળવારે જિલ્લા પંચાયત પ્રમુખે 1972માં કલેકટરે જિલ્લા પંચાયતના પથિકાશ્રમ માટે આપેલી જગ્યા ફરી કલેકટર કચેરી નવી બનાવવા માટે પાછી આપવા કાર્યવાહી કરવા સહમતી દર્શાવી છે.

જે અંગે તેમણે ડીડીઓને પત્ર લખીને કલેકટર કચેરી દૂરના સ્થળે સ્થળાંતર થાય તે વિશાળ જન હિત માટે અન્યાયરૂપ છે તેમ જણાવી તમામ કચેરીઓ એક જગ્યાએ હોય એ માટે જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બહાલીની અપેક્ષાએ નવીન કલેકટર કચેરી માટે પથિકાશ્રમની જગ્યા કલેકટરને સુપરત કરવાની ખાતરી આપું છું તેમ કહી ડીડીઓને આગળની કાર્યવાહી કરવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...