તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યાઓ:પાલનપુરમાં સફાઈ કર્મીઓ તેમજ તૂટેલા રસ્તા મુદ્દે પાલિકામાં રજૂઆત

પાલનપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વોર્ડ 4-5ના નગરસેવકોએ સમસ્યાઓના 20 ફોટા સાથે જોડ્યા

પાલનપુર નગરપાલિકાના કોંગ્રેસના નગરસેવકોએ સફાઈ કર્મીઓ ન આવતા હોવા અને તૂટેલા રસ્તા મુદ્દે પાલિકાને રજૂઆત કરી છે. હાજર ન રહેતા સફાઈકર્મીઓના નામો ચીફ ઓફિસરને આપવામાં આવ્યા છે. ઉપરાંત વોર્ડ 4-5ના નગરસેવકોએ જુદી જુદી સમસ્યાના 20 ફોટા પણ લેખિત રજુઆત સાથેજોડ્યા છે.

પાલનપુર શહેરમાં કોંગ્રેસના નગરસેવકોએ અલગ અલગ વિસ્તારોમાં સર્જાતી મુશ્કેલીઓનું પાલિકાના સ્ટાફ દ્વારા નિરાકરણ આવે તે માટે મૌખિક રજૂઆતો કર્યા બાદ યોગ્ય નિરાકરણ ન આવતા હવે લેખિત રજૂઆતો પાઠવી છે. અધૂરામાં પૂરું જે વિસ્તારોમાં સફાઇ કામદારો અને ઝાડુ કામદારો આવતા નથી તેમના નામ પણ લેખિત રજૂઆતમાં કરવામાં આવ્યા છે અને આવા કામદારોની બદલી કરી અન્ય કામદારોને મૂકવા પાલિકામાં રજૂઆત કરવામાં આવી છે.

આ અંગેની વિગતો આપતા વોર્ડના સભ્યોએ જણાવ્યું હતું કે બહાદુરગંજ ખારાવાસ, સાતસંચા, બારડપુરા, જમાદારવાસ, મોટી બજાર, નાની બજાર, વીરબાઇ ગેટ, માળીવાસ, કંસારા શેરી, નાગોરી વાસ સહિતના વિસ્તારોમાં ગટરોની સફાઈ થતી નથી તેમજ અનેક જગ્યાએ ગટર તૂટી ગયેલી છે તેમજ કેટલાક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટ પણ ક્ષતિગ્રસ્ત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો