રજૂઆત:પાલનપુરમાં ભૂગર્ભ ગટરની તકલાદી કામગીરી મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત

પાલનપુર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અરજદારે કલેકટર કચેરી નજીક ધરણાં યોજ્યા હતા

પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી તકલાદી કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે અગાઉ પણ અમૃતલાલ ચૌહાણ નામના રહીશ દ્વારા કલેકટર કચેરીના પ્રાંગણમાં ધરણાં યોજવામાં આવ્યાં હતાં જોકે આ મામલે હજુસુધી પણ કોઈ પગલાં ન લેવાતાં મુખ્ય મંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

પાલનપુરના લાલબાગ વિસ્તારમાં રહેતા અમૃતલાલ ચૌહાણ (ગાંધી) દ્વારા અગાઉ પણ પાલનપુર કલેક્ટર કચેરી બહાર ધરણા યોજી શહેરમાં ભૂગર્ભ ગટરની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. તેઓ હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ લેખિત રજૂઆતમાં જણાવ્યું કે નગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલ ભૂગર્ભ ગટરની કામગીરી ગુણવત્તા વિહીન અને તકલાદી કરવામાં આવી છે અને પીવાના પાણી ની પાઇપ લાઈન ના ગેજની પાઈપ નાખી હલકી ગુણવતાની કામગીરી કરવામાં આવી છે.

આ ઉપરાંત જે કામગીરી બે વર્ષમાં પૂર્ણ કરવાની હતી તેને સાતથી આઠ વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી. આ બાબતે સરકારના લાગતાવળગતા જવાબદાર મંત્રાલય તરફથી પણ કોઇ જવાબ મળેલ ન હોવાની રાવ સાથે આ બાબતે નગરપાલિકા ની સાધારણ સભામાં આ એજન્સીને બ્લેક લિસ્ટ કરવા માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...