આક્ષેપ:પાલનપુરની સરકારી કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓને ભોજન ન મળતાં રજૂઆત

પાલનપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાલનપુરની સરકારી કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓ દ્વારા જમવાનું ભોજન ન મળતું હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. તેમજ ગૃહપતિ વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન કરતા હોવાના પણ વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરવામા આવ્યા હતા.

પાલનપુરની સરકારી કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓ દ્વારા મંગળવારે તકેદારી કચેરીના અધિકારીને રજુઆત કરવામાં આવી હતી. પાલનપુર આકેસણ રોડ પર આવેલ સરકારી કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓ દ્વારા તકેદારી અધિકારીને રજુઆત કરી જણાવ્યું હતુ કે તેઓને જમવાનું ભોજન ન મળતું નથી જેથી હાલાકી પડી રહી છે. વિદ્યાર્થીઓ સાથે ગૃહપતિ દ્વારા ગેરવર્તન કરવામાં આવતું હોવાના અને કોલેજ શરૂ થઈ ગઇ પરંતુ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે જમવાનું ચાલુ ન કરાયુ હોવાથી છેલ્લા ત્રણ દિવસથી વિદ્યાર્થીઓ પોતાની જાતે જમવાની વ્યવસ્થા કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવતા સરકારી છાત્રાલય ના ગૃહપતિ સામે અનેક સવાલ ઉઠ્યા છે.

અન્ય સમાચારો પણ છે...