તૈયારીઓને આખરી ઓપ:દિયોદરમાં પ્રધાનમંત્રીના આગમનને લઇને તૈયારીઓને આખરી ઓપ અપાયો, સાંસદે જનતાને આમંત્રણ આપ્યું

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાની મહિલા પશુપાલકો તેમજ ભાઈઓ મોટી સંખ્યામાં હાજર રહે તેવી સાંસદ પરબત પટેલે અપીલ કરી

દિયોદરનાં સણાદર ખાતે બનાસ ડેરી નવીન અત્યાધુનિક પ્લાન્ટનું આવતીકાલે દેશના વડાપ્રધાન લોકાર્પણ કરવાના છે. ત્યારે બનાસવાસીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરબતભાઈ પટેલ દ્વારા દેશના વડાપ્રધાન બનાસકાંઠામાં આવી રહ્યા છે તેને લઇ જિલ્લાની મહિલા પશુપાલકો તેમજ ભાઈઓ મોટી સંખ્યામાં હાજર રહે તેવી અપીલ કરી છે.

બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસડેરી દ્વારા દિયોદરનાં સણાદર ખાતે નવીન અત્યાધુનિક પ્લાન્ટનું આવતીકાલે દેશના વડાપ્રધાન લોકાર્પણ કરવાના છે. ત્યારે બનાસવાસીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બનાસ ડેરી દ્વારા નવીન પ્લાન્ટના ઉદ્ઘાટન ને લઈને બનાસ ડેરી ચેરમેન તેમજ બનાસડેરી કર્મચારી સહિત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પીએમ ના આગમનને લઇને તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે.

બનાસકાંઠાના સાંસદ તેમજ બનાસડેરી ડિરેક્ટર પરબતભાઈ પટેલ દ્વારા દેશના વડાપ્રધાન બનાસકાંઠામાં આવી રહ્યા છે. તેને લઇ બનાસકાંઠાના મહિલા પશુપાલકો તેમજ ભાઈઓ મોટી સંખ્યામાં હાજર રહે તેવી અપીલ પણ કરી છે.

પરબતભાઈ પટેલે જણાવ્યુ હતું કે, નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી બન્યા બાદ નર્મદાના નીર બનાસકાંઠામાં આવ્યા જેનાથી ખેડૂતો પશું પાલકોને ખુબ ફાયદો થયો. આજે બનાસડેરીમાં 90 લાખ લીટર દૂધ પ્રતિદિન આવી રહ્યું છે બનાસડેરીમાં ત્યારે આ નવીન પ્લાન્ટનાં લોકાર્પણને લઇ બનાસકાંઠા જિલ્લાનાં પશું પાલકો તેમજ પ્રજાજનોમાં ખુબ ખુશી જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...