લીલા જી. રાણા, પોસ્ટલ આસિસ્ટન્ટ, પાલનપુર હેડ પોસ્ટ ઓફિસ પોસ્ટલ જીવન વીમા અને ગ્રામીણ ટપાલ જીવન વીમાના કામમાં ફરજ બજાવતા હતા. આ સમય દરમિયાન ગ્રાહકોના નાણાં સીસ્ટમમાં જમા કર્યા અને ત્યારબાદ તે રસીદને કેન્સલ કરી લાખો રૂપિયા સરકાર ખાતે જમા ન કરતાં પોતાના અંગત ખર્ચ ઉપયોગમાં લીધેલ હોવાનો ખુલાસો થયો હતો. આમ સરકારી નાણાંની ઉચાપત કરેલ જેથી તેમને અધિક્ષક ડાકઘર, બનાસકાંઠા ડીવીઝન, પાલનપુર દ્વારા તેમને ફરજ પરથી કાયમી ધોરણે બરખાસ્ત બરતરફ કરેલ છે.
લીલા જી. રાણા, પોસ્ટલ આસિસ્ટન્ટ, પાલનપુર હેડ પોસ્ટ ઓફિસ,વર્ષ-2018-2019 દરમિયાન પોસ્ટલ જીવન વીમા અને ગ્રામીણ ટપાલ જીવન વીમાના કામમાં ફરજ બજાવતા હતા. આ સમય દરમિયાન તેઓએ ગ્રાહકોના નાણાં સીસ્ટમમાં જમા કર્યા અને ત્યારબાદ તે રસીદને કેન્સલ કરી લાખો રૂપિયા સરકાર ખાતે જમા ન કરતાં પોતાના અંગત ખર્ચ ઉપયોગમાં લીધેલ હતા. આમ સરકારી નાણાંની ઉચાપત કરેલ જેથી તેમની વિરુધ્ધ ખાતાકીય તપાસ થતાં તેઓ તપાસમાં કસૂરવાર ગુનેગાર સાબિત થતાં તેઓને તા.02-05-2022થી અધિક્ષક ડાકઘર, બનાસકાંઠા ડિવિઝન, પાલનપુર દ્વારા તેમને ફરજ પરથી કાયમી ધોરણે બરખાસ્ત બરતરફ Dismiss from service કરેલ છે તેમ અધિક્ષક ડાકઘર, બનાસકાંઠા ડીવીઝન, પાલનપુર જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.