પાલનપુરમાં ડેન્ગ્યુ સહિત મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ અને નગરપાલિકા દ્વારા સંયુકત કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યાં સોમવારે શહેરના 10 પૈકી ચાર સ્થળોએ મચ્છરના પોરા મળી આવતાં રૂપિયા 18,000નો દંડ કરવામાં આવ્યો હતો.
પાલનપુરમાં ડેન્ગ્યુ સહિત મચ્છરજન્ય રોગચાળો ન પ્રસરે તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ અને નગરપાલિકા દ્વારા જાહેર સ્થળોની મુલાકાત લઇ પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે.
આ અંગે જિલ્લા એપેડેમિક ઓફિસર એન. કે. ગર્ગએ જણાવ્યું હતુ કે, પોરા જણાઇ આવતાં દિલ્હી ગેટ વિસ્તારમાં હિમાલયા એવન્યુના માલિકને રૂપિયા 1000, હરિપુરા નક્ષત્ર ડેવલોપર્સને રૂપિયા 11,000, મલબાર લાઇફ સટાઇલને રૂપિયા 1000 અને આબુ હાઇવે સાશ્વત ગ્રીનના સંચાલકને રૂપિયા 5000 મળી કુલ રૂપિયા 18,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે અન્ય પાંચ સ્થળોએ ચકાસણી દરમિયાન પોરા મળ્યા ન હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.