મતોત્સવ:સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન,528 પંચાયતની ચૂંટણી,13.48 લાખ મતદારો 6439 ઉમેદવારોને ચૂંટશે

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જિલ્લાના 14 તાલુકાની 528 ગ્રામપંચાયતોમાં આજે મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે. રવિવારે 3298 મતદાન મથકો પર ચૂંટણી યોજાશે. જેમાં 522 સરપંચની બેઠકની અને 1962 વોર્ડના સભ્યોની બેઠક મળી કુલ 6439 બેઠકના ઉમેદવારોના ભાવિ 13.41 લાખ મતદારો 3298 મતપેટીમાં મત આપી સીલ કરવામાં આવશે. ચૂંટણીમાં 156 ઝોનલ અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ, 9865 પોલિંગ સ્ટાફ અને 1800 પોલીસ સ્ટાફ ફરજ બજાવશે. મંગળવારે તમામ ઉમેદવારોના મતપેટીમાં બંધ થયેલ ભાવિનો ફેસલો થશે.

છેલ્લા દસેક દિવસથી બનાસકાંઠા જિલ્લામાં ગ્રામપંચાયતની ચૂંટણી માટે સરપંચ અને સભ્યોના ઉમેદવારો જોરશોરથી ચૂંટણીમાં વિજય મેળવવા પ્રચાર પ્રસાર કરતા ચૂંટણીનો માહોલ જામ્યો હતો, બીજીતરફવહીવટીતંત્રએ ચૂંટણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.
મતદારો ગ્રામ પંચાયતના આગામી 5 વર્ષ માટે સરપંચ અને સભ્યો પસંદ કરશે.

કર્મચારીઓ મતપેટી સાથે મતદાન મથકે પહોંચ્યા
શનિવારે જગાણા એન્જીનિયર કોલેજ ખાતે પાલનપુર તાલુકાના શિક્ષકો, તલાટી, નગરપાલિકા કર્મચારી મામલતદર, સહિતના કર્મીઓ હાજર રહી જરૂરી સાધન સામગ્રી અને મતદાન પેટી લઈ ગયા હતા તમામ કર્મચારીઓ માટે એસટી બસની સુવિધા કરવાંમાં આવી હતી. જે તમામ બસમાં પોલીસ સાથે રાખી મતદાન મથકો ખાતે ફરજ પર મોકલવામાં આવ્યા હતા.

કોરોના ગાઈડ લાઈનનું પાલન કરાવાશે
કોરોનાને લઇ ચૂંટણી પંચ દ્વારા મતદાન મથકો પર કોરોના કીટ પહોંચાડી દેવામાં આવી છે. જેમાં થર્મલ ગન 3300, ફેસ શિલ્ડ 55000, થ્રી લેયર માસ્ક 3,13, 000, N95 માસ્ક 55,000, હેન્ડ ગ્લોઝ 17,65,000, સેનેટાઈઝર બોટલ 19,000 , હેન્ડ વૉશ 5500, પીપીઇ કીટ 4140, બાયોમેડિકલ વેસ્ટ બેગ 2070નો સમાવેશ થાય છે.

મતદારો અહીં ફરિયાદ નોંધાવી શકશે
તાલુકાનું નામ કંટ્રોલરૂમ નંબર
1. પાલનપુર 02742-257261
2. વડગામ 02739-262021
3. દાંતા 02749-278134
4. અમીરગઢ 02742-232176
5. ડીસા 02744-222250
6. કાંકરેજ 02747-233721
7. દિયોદર 02735-244626
8. લાખણી 02744-256111
9. ધાનેરા 02748-222024
10. દાંતીવાડા 02748-278081
11. થરાદ 02737-223675
12. વાવ 02740-227022
13. સૂઇગામ 02740-223642
14. ભાભર 02735-222677

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...