કાર્યવાહી:ડીસામાં ચાલતા ડ્રગ્સ નેટવર્કનો આજે પોલીસે પર્દાફાશ કર્યો, પોલીસે રૂ. 8 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

પાલનપુર8 મહિનો પહેલા
  • ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી

ડીસા શહેર દક્ષિણ પોલીસે ડીસા શહેરમાં આવેલી મોઢેશ્વરે શિવગંગા સોસાયટીના રહેણાંક મકાનમાથી અંદાજિત આઠેક લાખ રૂપિયાની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી ડીસા દક્ષિણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેર દક્ષિણ પોલીસે ખાનગી બાતમીના આધારે ડીસા શહેરમાં આવેલી મોઢેશ્વરે શિવગંગા સોસાયટીના રહેણાંક મકાનમાથી અંદાજિત 7 લાખ 96 હજાર 736 રૂપિયાની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી છે.

પોલીસે આ સફળ ઓપરેશનમાં શુભમકુમાર પટેલ ઉર્ફે પાબ્લો ઇસ્કોન નામના શખ્સનાં ઘરે દરોડો પાડ્યો હતો અને તેના ઘરમાથી જ અંદાજિત રૂ. 338.60 ગ્રામ ગાંજો, 59.760 ગ્રામ સ્મેક અને 18.25 ગ્રામ મેફેડ્રોનનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ તમામ જથ્થો અંદાજિત જથ્થો છે અને તેની અંદાજિત કિંમત 7 લાખ 96 હજાર 736 રૂપિયા જેટલી થાય છે.

પોલીસે આ તમામ જથ્થા સાથે શુભમકુમર પટેલ ઉર્ફે પાબ્લો ઇસ્કોનની અટકાયત કરી આ નેટવર્કમાં કોણ કોણ સામેલ છે અને આ જથ્થો કોના પાસેથી મંગાવવામાં આવ્યો હતો અને ક્યાં સપ્લાય કરવામાં આવી રહ્યો હતો તેની વધુ તપાસ હાથ ધરી છે.

શુભમના ઘરેથી મળી આવેલ મુદ્દામાલ
- મેફેડ્રોન ડ્રગ્સ (એમડી) નો 18.25 ગ્રામ (કિંમત 1,82,500)
- ગાંજો 338.60 ગ્રામ (કિંમત 3,386)
- સ્મેક 59,760 (કિંમત 5,97,600)
- મોબાઇલ નંગ-3 (કિંમત 6000)
- ડિઝીટલ વજન કાંટો નંગ-1 (કિંમત 650)
- સિલ્વર પોકેટ વજન કાંટો નંગ-1 (કિંમત 300)
- રોકડ રકમ (6,350)
- કુલ મુદ્દામાલ 7,96,736

પુછપરછ ચાલી રહી છે: પીઆઇ
હિંગળાજ સોસાયટીમાંથી રૂ.7.96 લાખ ઉપરાંત ની કિંમત નો મેફેડ્રોન ડ્રગ્સ સહિત નો મુદ્દામાલ ઝડપી આરોપી ની અટકાયત કરવામાં આવી છે. તેમજ વધુ પુછપરછ ચાલી રહી છે તેમ પીઆઇ વાય.એમ.મિશ્રાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...