કાર્યવાહી:જુગારધામ પર પોલીસ ત્રાટકી, 3જા માળેથી કૂદકો મારતાં એકને ફ્રેકચર

ભીલડી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભીલડી પોલીસે 27 હજારના મુદ્દામાલ સાથે 4 જુગારી ઝડપી ગુનો નોંધ્યો

ડીસા તાલુકાના નવીભીલડી ગામે મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે શુક્રવારે ભીલડી પોલીસે રેડ કરતાં 4 જુગારીયાઓને રૂ. 27 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે પોલીસ જોઇ એક જુગારીયાએ ત્રીજા માળથી કૂદકો મારતાં હાથ-પગે ફ્રેકચર થતાં સારવાર અર્થે ખસેડાયો હતો.

ડીસા તાલુકાના નવીભીલડી ગામે માર્કેટ્યાર્ડ રોડ બજારની સામેની ગલીમાં મકાનના ઉપરના માળે કેટલાક શખસો જુગાર રમતા હોવાની બાતમી મળતા શુક્રવારે ભીલડી પીએસઆઇ એ.બી.શાહ તેમજ સ્ટાફે રેડ કરતાં રમેશભાઇ ભોમાજી જોષી રહેણાંક મકાનમાં જુગાર રમાડતા હતા. જેમાં રેડ કરતા બાબુભાઇ ભોમાજી જોષી, રમેશભાઇ નાગજીભાઇ સોની (બન્ને રહે.નવીભીલડી), ચતુરજી સવજીજી ઠાકોર (રહે.ઇન્દિરા નગર-ખેટવા) તથા અમરતજી સોમાજી રાઠોડ (મૂળ રહે.મુડેઠા,હાલ રહે.નવીભીલડી, પંચવટી સોસાયટી) ને ઝડપી લીધા હતા. જેમની પાસેથી રૂપિયા 11,320 રોકડા, મોબાઇલ નંગ-4 કિંમત રૂ.15,820 મળી કુલ રૂ.27,140 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ઝડપાયેલા 4 જુગારીયાઓની સામે જુગારધારા હેઠળ ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં વધુ તપાસ ભીલડી પીએસઆઇ એ.બી.શાહ ચલાવી રહ્યા છે. જ્યારે અમરતજી સોમાજી રાઠોડ પોલીસને જોઇને ભાગવા જતા 3 માળના મકાન ઉપરથી કુદકો માર્યો હતો. જેઓ નીચે પટકાતા હાથ અને પગના ભાગે ફેકચર થતાં સારવાર અર્થે ખેસેડાયેલ છે.

અન્ય સમાચારો પણ છે...