તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Police Have Registered A Case And Launched Further Investigation After A Fetus Was Found In A Field Near Saraswati Society In Deesa.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભ્રુણ હત્યા:ડીસાની સરસ્વતી સોસાયટી પાસેના ખેતરમાંથી ભ્રુણ મળી આવતાં ચકચાર, પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

પાલનપુર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાત્રીના સમયે ખેતરમાં કોઈ અજાણી વ્યક્તિ ભ્રુણ ફેંકી ગઈ
  • સેવાભાવી મનુભાઈ આસનાનીની મદદથી ભ્રુણને પીએમ માટે ખસેડાયું

બનાસકાંઠાના ડીસા પાટણ હાઇવે પર આવેલ સરસ્વતી સોસાયટીની બાજુમાં આવેલ એક ખેતરમાં મૃત હાલતમાં ભ્રુણ મળી આવ્યું હોવાની ઘટના સામે આવી છે. ખેતરમાંથી ભ્રુણ મળી આવતાં સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરાતાં ડીસા દક્ષિણ પોલીસે ઘટવા સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

ભ્રુણને ડીસા સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડાયું
​​ડીસા પાટણ હાઇવે પર આવેલ સરસ્વતી સોસાયટીની બાજુમાં એક ખેતર આવેલુ છે. જ્યાં આજે એક ભ્રુણ મળી આવ્યું હોવાની ઘટના સામે આવી છે. ભ્રુણ મળ્યું હોવાની માહિતી મળતાં આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. જ્યારે સેવાભાવિ મનુભાઈ આસનાનીની મદદથી ખેતરમાંથી મળી આવેલ ભ્રુણને ડીસા સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડાયું હતું.

ભ્રુણ મળી આવતાં પોલીસ ઘટના સ્થળે
ભ્રુણ મળી આવતાં પોલીસ ઘટના સ્થળે

ભ્રુણ હત્યા મહાપાપ અને ગુનો છે. ત્યારે આવી ઘટના સામે આવતાં પોલીસે ભ્રુણ ફેંકનાર અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે રાત્રિના સમયે ભ્રુણ ફેંકી જનાર અજાણી વ્યક્તિ સામે કડક કાર્યવાહી થાઈ તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો