વિરોધ:ધાનેરામાં કિસાન સંગઠને ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરતાં પોલીસે હોદ્દેદારોની અટકાયત કરી

પાલનપુરએક મહિનો પહેલા
  • રેલવે સ્ટેશન ઉપર ટ્રેન રોકવા જતા 8 જેટલા ખેડૂત નેતાઓની પોલીસે અટકાયત કરી

ત્રણ નવા કૃષિ કાયદાઓને લઇ કેન્દ્ર સરકાર સામે દેશભરમાં ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. આ આંદોલનમાં અનેક સંગઠનો પણ જોડાયા છે,

જેમાં રાષ્ટ્રીય કિસાન સંગઠન દ્વારા પણ ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરાઇ રહ્યો છે, ત્યારે ધાનેરામાં રાષ્ટ્રીય કિસાન સંગઠન દ્વારા ત્રણ કૃષિ કાયદાઓ તેમજ લખીમપુરમાં ખેડૂતોના મોત મામલે વિરોધ કરી ટ્રેન રોકવા જતા રાષ્ટ્રીય કિસાન સંગઠનના નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.

નવીન ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરવા તેમજ લખીમપુરમાં ખેડૂતોના મોત મામલે આરોપીઓને કડક સજા મળે તેમાટે ખેડૂત નેતાઓ વિરોધ કરી રહ્યા હતા. ત્યારે ધાનેરા રેલવે સ્ટેશન ઉપર ટ્રેન રોકવા જતા ખેડૂતો નેતાઓની પોલીસે અટકાયત કરી હતી. ત્યારેબાદ રાષ્ટ્રીય કિસાન સંગઠનના હોદ્દેદારોએ સરકાર પર નિશાન સાધ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...