તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પાલનપુરમાં ઓનલાઈન ઈ-મેમાં ન ભરનાર સામે પોલીસની તવાઈ

પાલનપુર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર શહેરના વાહનચાલકો ઈ મેમા ન ભરતા જુમ્બેશ હાથ ધરી હતી. - Divya Bhaskar
પાલનપુર શહેરના વાહનચાલકો ઈ મેમા ન ભરતા જુમ્બેશ હાથ ધરી હતી.
  • ત્રણ સવારી 29,787, રોંગસાઈડ 1056,નો પાર્કિંગ 7026, ચાલુ ડ્રાઇવિંગે વાત 8581ને અાપેલા ઇ-મેમા નહીં ભરતાં કાર્યવાહી

પાલનપુર શહેરમાં મોટાભાગના વિસ્તારમાં સીસીટીવી લગાવામાં આવ્યા છે. જ્યાં ઇ-મેમા આપવાનું કામ કરે છે. જ્યાં છેલ્લા ત્રણ વર્ષથી રીક્ષા ચાલક, નો પાર્કિંગ અને રોંગ સાઈડમાં વાહન હકારતાં સાધનોના ચાલકોને 49,263 ઇ-મેમા ઇસ્યુ કરવામા આવ્યા છે. ચાલકો ઇ-મેમો ન ભરતા મંગળવારે પોલીસે ઝુંબેશ હાથ ધરી હતી.

પાલનપુર શહેરમાં ત્રણ સવાર બાઈક ચાલકોના 29,787, રોંગ સાઈડ વાહન હંકારનાર 1056, નો પાર્કિંગમાં પાર્ક કરતા 7026 અને ચાલુ ડ્રાઈવિંગે વાત કરતા 8581 ચાલકો સામે ઇ-મેમા આપવામાં આવ્યા છે. આમ પાલનપુરમાં અત્યાર સુધી 49,263 ઈ-મેમા ઈશ્યુ કરવામાં આવ્યા છે. જેમાં 27,700 ઈ-મેમા ધારકો પાસેથી અંદાજે 54 લાખ જેટલી રકમની રિકવર થઈ હતી અને હજુ 25 હજાર જેટલા ઈ-મેમાની દંડની રિકવર રકમ બાકી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે ઇ-મેમો ન ભરનાર સામે પોલીસે લાલ આંખ કરી છે. જ્યાં મંગળવારે કોઝી વિસ્તાર ખાતે તમામ રિક્ષાઓ અને કારને રોકી ઇ-મેમા ભરવા રોકવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...