તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડિગ્રી વગરના ડોક્ટર:પોલીસની કાર્યવાહીથી જિલ્લામાં અન્ય બોગસ ડોકટરો ભૂગર્ભમાં ઉતરી ગયા

પાલનપુર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા એક મહિનામાં બનાસકાંઠા જિલ્લામાંથી 19 બોગસ ડોક્કટર ઝડપાયા, પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી

કોરોનાની મહામારીમાં આરોગ્ય વિભાગ લોકોની સેવા અને સારવાર કરવામાં વ્યસ્ત હતા આરોગ્ય વિભાગના અધિકારીથી લઇ તમામ કર્મચારીઓ કોરોનાની મહામારીમાં જોતરાયેલા હતા.જે દરમિયાન રાજ્ય કક્ષાએ બોગસ ડોક્ટરો મામલે રજૂઆત કરી હતી અને રાજ્ય કક્ષાએથી બોગસ ડોક્ટરો ઉપર કાર્યવાહી કરવાના પોલીસને નિર્દેશ અપાયા હતા. જેને લઈને બનાસકાંઠામાં પણ પોલીસે એક માસમાં 19 જેટલા બોગસ ડોકટરોને ઝડપી પાડયા હતા અને તેમની સામે કાર્યવાહી કરી હતી. જોકે, આરોગ્ય વિભાગે જિલ્લાના સીએસસી અને પીએચસી કેન્દ્રો પરના ડોક્ટરોને આવા બોગસ ડોક્ટરો ઉપર કાર્યવાહી કરવા અને પોલીસને સહકાર આપવા સૂચના અપાઇ છે.

અધિક જિલ્લા આરોગ્ય અધિકારી જીગ્નેશ હરિયાણવીએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી કોરોનાની મહામારી છે અમારું પૂરું આરોગ્ય તંત્ર જોડાયેલું છે. સતત સારવાર વેક્સિનેશન કરવું તમામ કામગીરીમાં જોડાયેલા છે. બોગસ તબીબો પર આપણે કાર્યવાહી કરતાજ હોઈએ છીએ હાલમાં સ્ટેટ કક્ષાએથી પોલીસ વિભાગને પણ અંદર ઈનવોલ કરી છે. પોલીસ વિભાગપણ જે ગામમાં બોગસ ડોક્ટર છે તે કાર્યવાહી કરી રહી છે. આમ તંત્ર આરોગ્ય તેમની સાથે જ છે એક મહિના લગભગ 19 જેટલા ડોક્ટરો પર કાર્યવાહી થઈ છે. હાલમાં જે બોગસ ડોક્ટરો પ્રાઇવેટ પેક્ટિશ કરતા હશે તો કાર્યવાહી કરવામાં આવશે.

બનાસકાંઠા નાયબ પોલીસ અધિક્ષક આર.કે પટેલે જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લેહરે ચાલી કેટલું ધ્યાને આવેલું કે, સામાન્ય લક્ષણો છે શેક્ષણિક લાયકાત ધવતા નથી. તેવા ડોક્ટરો પણ તેમની સારવાર કરતા કોરોના લક્ષણ છે કે નહીં, તેવા પ્રોપર ગાઈડ નહી કરે એના લીધે સમાજમાં ખોટો મેસેજ જતો ખોટી રીતે આ પ્રસારિત થાયેજ રહેતું. એ બાબતે પોલીસ અધિક્ષ તરુણ દુઘલ સાહેબે આ બાબતે સતર્કતા રાખવા આવી કોઈ પ્રવુતિ ચાલતી હોવાથી શેક્ષણિક લાયકાત ધવારતા ના હોવાથી આ બાબતે સૂચના કરતા તમામ અધિકારીએ પોતપોતાની વિસ્તારમાં ઝુંબેસ ઉપડેલી. આખા જિલ્લા 19 તબીબો થોડાક દિવસોમાં મળી આવતા તેઓના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી હાથ ધરીને ગુના દાખલ કરેલા છે.

અન્ય સમાચારો પણ છે...