ઇ-લોકાર્પણ:પાલનપુર સિવિલ હોસ્પિટલ અને થરાદ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે પ્રધાનમંત્રીએ ઓક્સિજન પ્લાાન્ટનું ઇ-લોકાર્પણ કર્યુ

પાલનપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પી.એમ.કેર PSA ઓક્સિજન પ્લાન્ટનું રાષ્ટ્રયવ્યાપી ઇ-લોકાર્પણ
  • બનાસકાંઠા જિલ્લામાં 20 જેટલાં પી.એસ.એ. ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરાયા: મંત્રી પ્રદીપભાઇ પરમાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દેવભૂમિ ઉત્તરાખંડની પવિત્ર ધરતી પરથી દેશના વિવિધ રાજ્યોમાં પી.એમ.કેર પી.એસ.એ. ઓક્સિજન પ્લાન્ટનું રાષ્ટ્રવ્યાપી ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સિવિલ હોસ્પિટલ અને થરાદ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે પ્રધાનમંત્રીએ ઓક્સિજન પ્લાાન્ટનું ઇ-લોકાર્પણ કર્યુ હતું. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટના ઇ-લોકાર્પણ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી પ્રદીપભાઇ પરમાર સહભાગી થયા હતાં.

આ પ્રસંગે પ્રાસંગીક પ્રવચન કરતાં મંત્રી પ્રદીપભાઇ પરમારે જણાવ્યું કે, આજે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને પ્રધાન સેવક તરીકે 20 વર્ષ પુરા થયા છે. 07 ઓક્ટોબર-2001માં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળી ગુજરાતને વિકસિત રાજ્ય બનાવ્યું છે. કોરોનાની વૈશ્વિક મહામારીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના લોકડાઉન સહિતના સમયસરના નિર્ણયો અને ડોક્ટરો, નર્સ તથા પેરામેડીકલ સ્ટાફ અને કોરોના વોરીયર્સની મહેનતથી લાખો લોકોની જિંદગી બચાવી શકાઇ છે.

કોરોનાના કપરા કાળમાં તબીબી ક્ષેત્રના તમામ લોકોએ પોતાની જાન કે પરિવારની ચિંતા કર્યા સિવાય લોકોની સેવા કરી છે તેમને અભિનંદન પાઠવી તેમની સેવાઓને બિરદાવું છું.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નવા ભારતમાં દેશના વૈજ્ઞાનિકોએ કોરોના પ્રતિરોધક રસી શોધી લોકોને સુરક્ષા પુરી પાડી છે તથા બીજા દેશોને પણ આપણે રસી પહોંચાડી સેવાનું ખુબ મોટું કામ કર્યુ છે. કોરોનાની બીજી લહેરમાં આપણે સૌએ ઓક્સિજનની કમી અનુભવી છે ત્યારે સંભવિત થર્ડ વેવના આગોતરા આયોજનના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લામાં 20 જેટલાં પી.એસ.એ. ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે. પ્રાણવાયું-ઓક્સિજનની કમીના કાયમી નિવારણ માટે મંત્રીએ લોકોને વૃક્ષારોપણ કરવા અપીલ કરી હતી.

રાજયસભાના સાંસદ દિનેશભાઇ અનાવડીયાએ જણાવ્યું કે, કોરોનાની વૈશ્વિક મહામારીના સામે દુનિયાના વિકસીત દેશોની સરખામણીએ ભારતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં યુધ્ધના ધોરણે વ્યવસ્થાઓ ગોઠવી લોકોના જીવ બચાવાયા છે.

તેમણે કહ્યું કે, વડાપ્રધાનએ વૈજ્ઞાનિકોમાં મુકેલા ભરોસાના લીધે ભારતને સ્વદેશી રસી બનાવવામાં ખુબ ટુંકાગાળામાં મોટી સફળતા મળી છે. કોરોના રસીકરણમાં પણ આપણું ગુજરાત અને બનાસકાંઠા જિલ્લો અગ્રેસર છે તેમ તેમણે જણાવ્યું હતું. સાંસદએ કહ્યું કે, કોરોના થર્ડ વેવની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે આજે નવરાત્રિના પ્રથમ નોરતે મા અંબેને પ્રાર્થના કરીએ કે થર્ડ વેવ આવે જ નહીં.

અન્ય સમાચારો પણ છે...