તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:પાલનપુર RTO સર્કલ પર બ્રિજનું કામ શરૂ કરાય તે પહેલાં ટ્રાફિક હરિપુરાના સાંકડા રસ્તે ડાયવર્ટ કરવાનું આયોજન

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માનસરોવર ઓવરબ્રિજ પરથી નાના મોટા વાહનો સાંકડા રસ્તા થઈ વન-વે કરવાથી મુશ્કેલીઓ વધશે

પાલનપુર શહેરના આરટીઓ ચાર રસ્તા પર અંબાજી હાઇવે તરફ જતા ફાટક આવે છે જેની પર ડીએફસી ટ્રેક બનતા હવે નવો થ્રીલેગ એલિવેટેડ બ્રીજનું કામ શરૂ કરવામાં આવનાર છે. જેની ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જોકે આ બ્રીજના નિર્માણ કાર્યને પગલે અહીંથી અંબાજી જતો અને આવતો ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવનાર છે. જોકે નેશનલ હાઇવે સ્ટેટ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે માનસરોવર ઓવરબ્રિજ પરથી હરિપુરા થઈ ટ્રાફિક ડાયવર્ટ કરાશે. જેને લઈ જરૂરી સર્વે કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

પાલનપુરના આરટીઓ ફાટક પર દિવસના નાના મોટા 5થી7 હજાર વાહનોની અવરજવર રહે છે. સતત ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ પર એકાદ મહિનામાં નવા બ્રીજના કામનો આરંભ કરવાનું તંત્ર વિચારી રહ્યું છે. અંબાજીથી માર્બલ તેમજ દાંતા આંબાઘાટથી કપચી લાવતા હેવી વાહનો, અંબાજી જતી લકઝરી બસ સહિતના ભારે વાહનો પણ આજ માર્ગે સતત ધમધમતા રહે છે. ત્યારે હવે આટલા બધા વાહનોને ડાયવર્ટ કરવા જે આયોજન તંત્રે વિચાર્યું છે તેમાં અનેક અડચણો છે.

નેશનલ હાઇવે સ્ટેટ વિભાગનું માનીએ તો આરટીઓ સર્કલ વાળા અંબાજી હાઇવે તરફ જતા વાહનોને માનસરોવર બ્રીજ તરફ થઈ હરિપુરા વિસ્તારમાંથી રસ્તો બહાર નીકાળી સામે છેડે હાઇવેને સમાંતર જોડી દેવાશે." જોકે જમીની હકીકત કઈક એવી છે કે હરિપુરા વિસ્તારમાં સામસામે અડીને રહેણાંક ઘરો આવેલા છે અને ત્યાંથી મોટાપાયે દબાણ ઝુંબેશ કર્યા બાદ જ રસ્તો ખોલી ત્યાંથી ડાયવર્ઝન થઈ શકશે. પાલનપુર જીઆઇડીસી એસો.પ્રમુખ દેવીલાલ જાંગીડે જણાવ્યું હતુંકે "ફાટકને 50 મીટર દક્ષિણ બાજુ ટેમ્પરેરી ચાલુ કરી અંબાજી બાજુનો ટ્રાફિક ડાયવર્ટ કરવો પડે , જૂની આરટીઓ કચેરી ક્વાર્ટર તોડી રસ્તો આપવો પડે, સામે બાજુ પેટ્રોલ પમ્પ આગળ ખુલી જમીનનો ઉપયોગ કરી ને ડાયવર્ઝન અપાય, ઉત્તર બાજુ પણ વધારાની ફાટક મુકવી જોઈએ જેથી બન્ને બાજુ ટ્રાફિક ચાલુ રહી શકે."

અન્ય વૈકલ્પિક રસ્તાઓ વિચારવા જોઈએ
સ્થાનિક રહીશ કૌશલ જોષીએ જણાવ્યું કે રસ્તાને ડાયવરઝન આપવા હોન્ડા શોરૂમની સામે નાળામાંથી એફસીઆઈ માલગોડાઉન પાછળ નક્ષત્ર વિસ્તારમાંથી વૈકલ્પિક રસ્તો થઈ શકશે. જે એજાજ ફાર્મ થઈને હાઇવેને મળી જશે. જેથી હળવા વાહનો સરળતાથી નીકળી શકશે.

અન્ય સમાચારો પણ છે...