હાલાકી:પાલનપુરમાં બસસ્ટેન્ડ નજીક ગંદકીના ઢગ,એક જ પરિવારના 3 સભ્યો બિમાર

પાલનપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા દ્વારા તાત્કાલિક ગંદકી હટાવવા રહીશોની માંગ

પાલનપુર જુના બસ સ્ટેન્ડ નજીક આવેલ ખુલ્લા પ્લોટમાં ગંદકીના ઢગ ખડકી દેવતા બાજુમાં રહેતા પરિવારો બીમારીમાં સપડાયા છે જ્યાં પાલિકા આ કચરો જલ્દી હટાવે તેવી શહેરીજનોની માંગ ઉઠી છે. જૂના બસ સ્ટેન્ડથી વિજલ પટેલ જવાના માર્ગ પર આવેલા ખુલ્લા પ્લોટમાં ઘણા સમયથી ગંદકીના ઢગ ખડકાયેલો છે આ વિસ્તારમાં કોઈ સફાઈકર્મી ન હોવાના કારણે ખુલ્લો પ્લોટ ગંદકી રાખવાનું સ્ટેન્ડ બની ગયું છે આસપાસ હીરાના કારખાના કારીગરો તેમજ અન્ય વેપારીઓ પણ આ જ જગ્યાએ પેશાબ કરવા નો ઉપયોગ કરી રહ્યાં છે .જેના કારણે આ કોમન પ્લોટ ગંદકીથી ખદબદી રહ્યો છે.અસહ્ય દુર્ગંધથી સમગ્ર વિસ્તાર પ્રદુષિત બનવા પામ્યો છે. આ વિસ્તારમાં રહેતા હરેશભાઈનો પરિવાર માંદગીમાં સાપડાયો છે જેમના ઘરના ત્રણ સભ્યો બીમારીની સારવાર લઈ રહ્યા છે.આસપાસના વિસ્તારના વેપારીઓ કારીગરો તેમજ રાહદારીઓને બસસ્ટેન્ડ જતા મુસાફરો પણ બીમારીની ચપેટમાં આવી જશે.નગરપાલિકાની ઘોર નિષ્ક્રિયતા સામે આવી છે.

અન્ય સમાચારો પણ છે...