જીવલેણ અકસ્માત:ડીસા-રાણપુર રોડ પર પીકઅપ ડાલુ અને બાઈક સામસામે ટકરાયાં, બાઈક સવાર પતિનું મોત, પત્ની ઈજાગ્રસ્ત

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીસા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી

બનાસકાંઠા જિલ્લાના ડીસા-રાણપુર રોડ ઉપર એક પીક-અપ ડાલુ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના બની હતી. જેમાં બાઇક સવાર દંપતિને ગંભીર ઇજા પહોંચતા તેમને સારવાર માટે ખસેડાયાં હતાં, જ્યાં સારવાર દરમિયાન પતિનું કરૂણ મોત નીપજ્યું હતું.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં આજે ગુરૂવારે ડીસા-રાણપુર રોડ પર એક બાઈક સવાર દંપતિ પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન સામેથી પુરપાટ ઝડપે આવી રહેલું પીક-અપ ડાલુ અને બાઈક સામસામે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો. બનાવને પગલે આજુબાજુના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

બાઇક સવાર દંપતિને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. જેમાં સારવાર દરમિયાન પતિનું કરૂણ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે ડીસા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...