તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

18 વર્ષ બાદ સર્વાનુમતે વરણી:ગુજરાતમાં સૌથી મોટા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના પ્રમુખ તરીકે ફૂલચંદ માળીની વરણી

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતમાં સૌથી વધુ 200 જેટલા કોલ્ડ સ્ટોરેજ ડીસા ખાતે આવેલા છે

બનાસકાંઠામાં કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશનની 18 વર્ષ પહેલા રચના થઈ હતી અને ત્યારથી અત્યાર સુધી ગણપતભાઇ કચ્છવાની સર્વાનુમતે વરણી થતી હતી ત્યારે હવે 18 વર્ષ બાદ ગુજરાતના આ સૌથી મોટા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના નવા પ્રમુખ તરીકે ફૂલચંદભાઈ માળીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

ડીસામાં આજે રવિવારે કોલ્ડ સ્ટોરેજ ખાતે યોજાયેલી એસોસિયેશનની બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય લેવાયો છે, જ્યારે બટાટા સાથે સંકળાયેલા ખેડૂતો અને વેપારીઓના હિત માટે સદાય કાર્યશીલ રહેવા માટે નવનિયુક્ત પ્રમુખ ફુલચંદભાઈ માળીએ જણાવ્યું હતું.

કોલ્ડ સ્ટોરેજની વાત કરવામાં આવે તો ગુજરાતમાં આવેલા 400 બટાટાના કોલ્ડ સ્ટોરેજમાંથી 50% કોલ્ડ સ્ટોરેજ માત્ર ડીસા તાલુકામાં જ આવેલા છે અને અહીં આવેલા 200 કોલ્ડ સ્ટોરેજમાં 3 કરોડ બટાટા ના કટ્ટઆનો સંગ્રહ થઈ શકે તેટલી કેપેસિટી છે, એક કોલ્ડ સ્ટોરેજ માં સવા લાખથી અઢી લાખ કટઆ બટાકાનો સંગ્રહ થઈ શકે એટલી કેપેસિટી હોય છે . ડીસા પંથકમાં દર વર્ષે 60 થી 70 હજાર હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર થાય છે અને તેમાંથી ચાર થી સવા ચાર કરોડ કટ્ટઆ બટાટા નું ઉત્પાદન થાય છે.

અન્ય સમાચારો પણ છે...