ગુજરાતનો પ્રથમ ‘મેગ્નેટ મેન’:પાલનપુરમાં વૃદ્ધની છાતી પર ફોન, સિક્કા, ચાવી, ચમચી ચોંટવા લાગ્યાં; મેડિકલ ચેકઅપ કરાવતાં તબીબો ચોંકી ગયા

પાલનપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
મેગ્નેટ મેનની તસવીર - શરીર પર લોખંડની વિવિધ વસ્તુઓ ચોંટી જતા આશ્ચર્ય - Divya Bhaskar
મેગ્નેટ મેનની તસવીર - શરીર પર લોખંડની વિવિધ વસ્તુઓ ચોંટી જતા આશ્ચર્ય
  • વેક્સિન લીધા બાદ મહારાષ્ટ્ર-રાજસ્થાનમાં પણ આવા કિસ્સા જોવા મળ્યા

પાલનપુરના નવજીવન સોસાયટી વિસ્તારમાં રહેતા 63 વર્ષીય વૃદ્ધની છાતી પર શનિવાર સવારથી અચાનક મોબાઈલ, સિક્કા, ચાવી, ચમચી ચોંટવા લાગ્યા તેમનો પરિવાર ચોંકી ઉઠ્યો હતો. રાવલ પરિવારે તુરંત આ અંગે દિવ્યભાસ્કરનો સંપર્ક કરતા દિવ્યભાસ્કરે સમગ્ર મામલે પાલનપુર સિવિલમાં મેગ્નેન્ટ મેનને લઈ જઈ ચેકઅપ કરાવ્યું હતું જ્યાં ફરજ પરના તબીબો ચોંકી ઉઠ્યા હતા અને કેસ કાઢી રિપોર્ટ કરાવ્યા હતા.

જુનિયર તબીબો ચોંકી ગયા
દિવ્ય ભાસ્કરની ટીમ નવીનભાઈને લઈને પાલનપુર સિવિલ હોસ્પિટલ પહોંચી હતી જ્યાં ડો. ભૂમિકા પટેલે તપાસતાં 50થી60 ગ્રામનો મોબાઇલ છાતી પર સ્પર્શ કરાવતા જ ચોંટી ગયો હતો. જેને જોઈ હાજર જુનિયર તબીબો સહિત હોસ્પિટલ સ્ટાફ પણ ચોંકી ગયો હતો. નવીનભાઈએ હોસ્પિટલ સ્ટાફને જણાવ્યું કે 2 મહિના પહેલા વેક્સિનનો ડોઝ લીધો હતો. શનિવાર સવારથી સ્ટીલની વસ્તુઓ ચોંટતા શરીરમાં ચુંબકીય શક્તિનો અનુભવ થયો હતો.

  • બોડીમાં લોહતત્વનું, ઇલેક્ટ્રોલાઈટનું પ્રમાણ જાણી નિદાન કરીશું. આ સ્થિતિમાં સિટીસ્કેન કરાવવું હિતાવહ નથી. - ડો. ભૂમિકા પટેલ

નાસિકમાં પણ બની આવી ઘટના
મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાંથી એક ખૂબ જ આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. એક પરિવારે દાવો કર્યો છે કે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધા બાદ તેના પરિવારના એક વૃદ્ધ સભ્યને શરીરમાં ચુંબકીય શક્તિનું સર્જન થઈ ગયું છે. હવે તેમના શરીર પર ચમચી, સ્ટીલ તથા લોખંડનાં વાસણ તથા સિક્કા સરળતાથી ચોંટી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...