તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદનપત્ર:ફાર્માસિસ્ટ એસો. દ્વારા બાબા રામદેવ,અંજના ઓમ કશ્યપ વિરૂધ્ધ રજૂઆત

પાલનપુર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંનેએ એલોપેથી દવાઓ વિશે ટિપ્પણી કરી હતી
  • ગુરૂવારે એસોસિએશને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

બનાસકાંઠા ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા બાબા રામદેવ અને ન્યૂઝ એન્કર અંજના ઓમ કશ્યપના વિરોધમાં ગુરૂવારે જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. જેમાં બંનેએ એલોપેથી દવાઓ વિશે કરેલી ટીપ્પણીઓને વખોડી કાઢી હતી.

જિલ્લા ગર્વમેન્ટ ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા ગુરૂવારે જીલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. જેમાં જણાવાયું હતુ કે, ન્યૂઝ એન્કર અંજના ઓમ કશ્યપ દ્વારા ન્યૂઝમાં ધોરણ 12 સાયન્સ પછીના એ. આઇ. સી. ટી. ઇ. માન્ય ઉચ્ચ ટેકનિકલ એજ્યુકેશન અને એલોપેથિક દવાઓના અથથી ઇતિનું જ્ઞાન જેમાં મળે છે. એવા બી. ફાર્મની ડિગ્રી વિશે અત્યંત અપમાનજનક ટીપ્પણી કરેલી છે. આ ઉપરાંત યોગગુરૂ બાબા રામદેવ દ્વારા એલોપેથી અને .ફાર્મા. સેકટર બાબતે નિવેદન કરી એલોપેથી સામે જે પ્રશ્નો કર્યા છે. જેને કદાપી ચલાવી ન લેવાય આ અંગે ઘટતી કાર્યવાહી કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...