વિક્રમજનક ભાવ:પેટ્રોલ 100ને પાર, બનાસકાંઠામાં સૌથી વધુ ભાવ વાવમાં રૂ.101.13

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દરરોજના 8,000 લીટર પેટ્રોલ વેચતાં સંચાલકે કહ્યું ઘરાકી અડધી થઈ ગઈ

રાજસ્થાનમાં ફેબ્યુ.ના અંતિમ સપ્તાહમાં પેટ્રોલ 100 રૂપિયે પહુચ્યા બાદ હવે આપણે બનાસકાંઠામાં પેટ્રોલમાં 100નો આંક વટાવી દીધો છે.પાલનપુરમાં 100 રૂપિયામાં માત્ર 9 પૈસા ઓછા જ્યારે સરહદી વાવમાં 101.13નો સહુથી વધુ વિક્રમજનક ભાવ જોવા મળ્યો હતો. પાલનપુરમાં એરોમાં સર્કલ પર સતત વાહનોથી ભરચક રહેતાં પમ્પના માલિકે જણાવ્યું કે "દરરોજના 8 હજાર લીટર આસપાસ પેટ્રોલ વેચાય છે. હાલમાં ઘરાકી અડધી થઈ ગઈ છે. આવનાર દિવસોમાં હજુ ભાવો વધી શકે છે. 110 થી 115 સુધી જવાની તૈયારી આપણે રાખવી પડશે.

બ.કા.પેટ્રોલ પંપ સંચાલક એસો.ના પ્રમુખ ભરતભાઈએ જણાવ્યું કે સિદ્ધપુરથી ભારત પેટ્રોલિયમનું જ્યાં જ્યાં પેટ્રોલ જાય છે ત્યાં ડિસ્ટન્સ પ્રમાણે ભાવમાં મામૂલી વધઘટ રહે છે. સિદ્ધપુરથી પાલનપુર નજીક છે એટલે 99.91 ભાવ જ્યારે થરા સિદ્ધપુરથી દુર છે એટલે 100.55 ભાવ જોવા મળ્યો છે. જ્યારે એથી દૂર આવેલા વાવમાં 101.13નો ભાવ જોવા મળ્યો છે.

અલગ જતા હતા હવે એકજ ગાડીમાં જઈએ છીએ : શિક્ષકો
પાલનપુરના આરટીઓ સર્કલ પાસેના સીએનજી પંપ પર કાર લઇને આવેલા 4 શિક્ષકોએ જણાવ્યું કે "અમે પાલનપુર શહેરના જુદા જુદા વિસ્તારોમાં રહીએ છીએ અને અમીરગઢ તાલુકાના જુદા જુદા ગામમાં નોકરી કરીએ છીએ.દરરોજ અપડાઉન કરવાનું હોવાથી અલગ અલગ કાર લઇ જવાનું બંધ કરીને આરટીઓ સર્કલ પર બધા કાર મુકી દે છે અને વારાફરતી એકબીજાની કારમાં ગેસ પુરાવીએ છીએ.જેથી ઈંધણ બચી શકે.

રાજસ્થાનમાં 110એ પહોચ્યું પેટ્રોલ
સતત વધતા ભાવ વચ્ચે હાલ રાજસ્થાનના રૂ.110 રૂપિયા પેટ્રોલ થયું છે. જેથી રાજસ્થાનથી લોકો પેટ્રોલ પુરાવા અંબાજી, અમીરગઢ, દાંતીવાડા, પાંથાવાડા, ધાનેરા, થરાદ સ્થિત રાજસ્થાનને જોડતા પંપ પર આવે છે અને બેરલમાં લઈ જાય છે.

જિલ્લામાં પેટ્રોલ ડીઝલની સ્થિતિ

પેટ્રોલડીઝલ
પાલનપુર99.9198.81
વાવ101.1399.76
શિહોરી100:24:0099:12:00
અંબાજી100.898.61
પાંથાવાડા100.5899.46
અન્ય સમાચારો પણ છે...