ધરણા:પાલનપુરમાં ભૂગર્ભ ગટરમાં ગેરરીતિ ના આક્ષેપ સાથે અરજદારનાં ધરણાં

પાલનપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 કિ.મી. પદયાત્રા યોજી કલેકટર કચેરી બહાર ધરણા યોજ્યા

પાલનપુરમાં ભૂગર્ભ ગટરની કામગીરીમાં ગેરરીતી ના આક્ષેપ સાથે સોનબાગ ના અરજદારે કલેકટર કચેરી ધરણાં યોજ્યાં હતા.પાલનપુર શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા પાલિકાના વિસ્તારમાં ભુગર્ભ ગટરનું કામ કરી છે.

જ્યાં સોનબાગ વિસ્તારમાં રહેતા અમરતભાઈ ચૌહાણ (ગાંધી) છેલ્લા એક માસથી ભૂગર્ભ ગટરની કામગીરી ગુણવત્તા બહાર થતું હોવાથી કલેકટર, ચીફ ઓફિસર અને ભુગર્ભ ગટરની એન્જસીને જાણ કરી હતી કે, શહેરમાં જ્યારે પીવાના પાણીની પાઈપલાઈન જ્યારે 18 ગેજની છે ત્યારે ભૂગર્ભ ગટરની એજન્સી દ્વારા મહોલ્લામાં 6 ગેજની અને મેન રોડ પર 9 ગેજની પાઈપલાઈન નાખી રહ્યા છે જેને લઈ શહેરનું દુષિત પાણી ક્યાંથી બહાર નીકળશે ત્યારે અરજદારે ઘણી વાર રજુઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન રહી છે.આથી સોમવારે સોનબગ થી ચાલતા અને ગળામાં કમિશ્નર નગરપાલિકા, કલેકટર , ચીફ ઓફિસર પાલનપુર જેવા અધિકારીઓ ખાત્રી તથા જાહેર નિવેદન આપે કે ભૂગર્ભ ગટરની કામગીરી તથા સરકારના 28 કરોડ રૂપિયા વેડફાસે નહિ તેવું બોર્ડ લગાવી ધરણા યોજ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...