તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:પાલનપુરમાં રાજીવ આવાસ યોજનાના મકાનો સામે ગંદકીથી લોકો ત્રાહિમામ

પાલનપુર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
મકાનો બહાર ગંદકી જોવા મળી રહી છે. - Divya Bhaskar
મકાનો બહાર ગંદકી જોવા મળી રહી છે.
 • રહી રહેતા લોકોમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત

પાલનપુરના માલણ દરવાજા બહાર રાજીવ ગાંધી આવાસ યોજના હેઠળ સરકાર દ્વારા ગરીબ લોકોને આવાસ બનાવી આપવામાં આવ્યા છે. જો કે આ આવાસ બનાવી આપ્યાના થોડાક સમયમાં જ આવાસની બહાર સામેના ભાગે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ત્યારે પાલનપુર નગરપાલિકા સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડાડતી હોય તેવું જોવા મળી રહ્યું છે.

પાલનપુર શહેર સહિત રાજ્યભરમાં પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શહેરને સ્વચ્છ રાખવા માટે અથાગ પ્રયાસો કરવામાં આવતા હોય છે. ત્યારે પાલનપુર પાલિકાના સત્તાધીશો આ મિશનને નિષ્ફળ બનાવી રહ્યા હોય તેવુ લાગી રહ્યું છે. પાલનપુરના માલણ દરવાજા વિસ્તારમાં આખા શહેરની ગંદકી ઠાલવવામાં આવે છે. ત્યાં કચરાના મોટા-મોટા ઢગલા ખડકી દેવાને કારણે હાલમાં પહાડ જેવો ઢગલો જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો