ગ્રામજનો વિફર્યા:ડીસાના વાસણા રોડ પર રેતી ભરેલા ડમ્પરો રોકી લોકોએ હંગામો મચાવ્યો

જુનાડીસા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
બનાસ નદીમાંથી રેતી ભરીને રાત-દિવસ ચાલતા ડમ્પરોને વાસણા ગ્રામજનોએ રોકાવી હંગામો મચાવ્યો હતો. - Divya Bhaskar
બનાસ નદીમાંથી રેતી ભરીને રાત-દિવસ ચાલતા ડમ્પરોને વાસણા ગ્રામજનોએ રોકાવી હંગામો મચાવ્યો હતો.
  • રેતી ભરેલા ડમ્પરોના કારણે અકસ્માતો થતાં હોવાથી ગ્રામજનો વિફર્યા હતા

ડીસા તાલુકાના વાસણા ગામ પાસેથી પસાર થતી બનાસ નદીમાંથી રેતી ભરીને રાત-દિવસ ચાલતા ડમ્પરોને કારણે વારંવાર અકસ્માતો બનતા હોય છે. જેને લઇ વાસણા ગ્રામજનોએ ગુરુવારે ડમ્પરો રોકાવી હંગામો મચાવ્યો હતો. ડીસા તાલુકાના વાસણા ગામ પાસેથી પસાર થતી બનાસ નદીમાંથી રેતી ભરીને છેલ્લા ઘણા સમયથી ડમ્પરો ગામમાંથી અવર-જવર કરે છે. આ ડમ્પરોના કારણે વાસણા ગામના લોકો છેલ્લા ઘણા સમયથી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

બનાસ નદીમાંથી ઓવરલોડ રેતી ભરીને વાસણા ગામમાંથી ડમ્પરો પસાર થાય છે. જેના કારણે અવારનવાર અત્યાર સુધી અનેક નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. વારંવાર સર્જાતા અકસ્માતોના કારણે અત્યાર સુધી અનેક લોકોને નુકસાન વેઠવાનો આવે છે તો ક્યાંક નાની મોટી ઈજાઓ થવા પામી છે. ત્યારે વારંવાર સર્જાતા અકસ્માતના પગલે ગુરુવારે ડીસા તાલુકાના વાસણા ગામના લોકો એકત્રિત થયા હતા અને બનાસ નદીમાંથી ઓવરલોડ રેતી ભરીને વાસણા ગામમાંથી પસાર થતા તમામ ડમ્પરોને રોકાવી હંગામો મચાવ્યો હતો.

આ અંગે ગ્રામજનોની માંગ છે કે તાત્કાલિક ધોરણે બનાસ નદીમાંથી રેતી ભરીને પસાર થતા ડમ્પરોને ગામમાં બંધ કરાવવામાં આવે અને તાત્કાલિક ધોરણે આવા ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...